નર્મદા જિલ્લો મહારાષ્ટ્ર રાજ્ય સાથે આંતર રાજ્ય સરહદ ધરાવે છે. સાગબારાએ ગુજરાતની આંતર રાજ્ય બોર્ડર છે. અન્ય રાજ્યોમાંથી આવતા વાહનો અને ઈતર પ્રવૃત્તિ પર વોચ રાખવા નર્મદા પોલીસ દ્વારા ધનસેરા ચેકપોસ્ટ બનાવવામાં આવી હતી. જ્યાં બહારથી આવતા તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવતું હતું. અહીંયા 24 કલાક 3 સિફ્ટમાં એક કોન્સ્ટેબલ જી. આર. ડી ચેકિંગ કરતા હતા. અધિકારીઓ પણ આ ચેકપોસ્ટ પર વોચ રાખી સતત મોનીટરીંગ કરતા હતા.
મહારાષ્ટ્રમાંથી વિદેશી બનાવટનો દારૂ ગુજરાતમાં લાવવા બુટલેગરોને મુશ્કેલી પડતી હતી. આ ચેકપોસ્ટથી બુટલેગરો ગભરાતા હતા, પરંતુ હવે સરકાર દ્વારા આ ચેકપોસ્ટ બંધ કરવાથી બુટલેગરો સાથે અન્ય ઈતર પ્રવૃત્તિ કરનારાઓને છૂટો દોર મળી જશે. કેમ કે, પોલીસ હવે 24 કલાક આવી ગાડીઓની ચેકિંગ કરી શકવાની નથી.
નર્મદા પોલીસના જણાવ્યા મુજબ, આનાથી કોઈને છુટોદોર મળશે નહીં. કેમ કે, સાગબારા અને ડેડીયાપડા બંન્ને પોલીસ સ્ટેશનની હદમાં પોલીસ ચેકિંગ તો કરાશે જ અને કડક સુરક્ષા રખાશે.