- વનપ્રધાન રહી ચૂકેલા શબ્દશરણ તડવી કરી રહ્યા છે જાતે ખેતી
- ઓર્ગેનિક ખેતી સાથે આયુર્વેદિક ઔષધિઓ પણ વાવી રહ્યા છે તડવી
- તડવી કરી રહ્યા છે પંચાયતની અને વિધાનસભાની ચૂંટણીઓની તૈયારી
નર્મદા : ગુજરાત રાજ્યના પૂર્વ વન પ્રધાને જાત મહેનત જિંદાબાદની કહેવત પ્રમાણે પોતાની 6 એકરની ખેતી( Cultivating ) જાતે જ કરે છે. ઘરના ટ્રેક્ટર દ્વારા ખેતર ખેડાણ અને વાવણી સહીતની તમામ કામગીરી જાતે કરે છે. આટલા મોટા હોદ્દાપર રહી ચૂકેલા શબ્દશરણ તડવી ( Shabdasharan Tadvi )ને ખેતરમાં મજૂરી કરવાની બિલકુલ શરમ લાગતી નથી. તેઓ પોતાના ખેતરમાં ઓર્ગેનિક ખેતી કરી સ્થાનિક લોકોને પણ સમજણ અને મદદ કરે છે. ઓર્ગેનિક ખેતી સાથે આયુર્વેદિક ઔષધિઓ પણ તેઓએ પોતાના ખેતરના શેઢા પર વાવી છે.
આ પણ વાંચો: Navsari Agricultural University નિષ્ણાતે દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે ડાંગર સહિતના પાક અંગે વિશેષ ટિપ્સ આપી
પિતાના રસ્તે ચાલતા શબ્દશરણ તડવી
નર્મદા જિલ્લાના પીઢ રાજકારણી અને સમાજ સેવક એવા ભાઈલાલભાઈ તડવી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના પ્રમુખ સહીતની સહકારી સંસ્થાઓના હોદા પણ રહીને જિલ્લાનો અને તાલુકાઓના વિકાસ સાથે સમાજનો વિકાસ કર્યો છે. જેમના પગલે ચાલતા તેમના દીકરા શબ્દશરણ તડવી પણ ભાજપના સક્રિય સભ્ય બની તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા બાદ પ્રદેશ આદિજાતિ મોર્ચાની પક્ષે જવાબદારી આપી હતી, જેને તેઓએ સારી રીતે નિભાવી 2012-13માં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે નાંદોદ વિધાનસભાની બેઠક પર ચૂંટણી લડાવી હતી. જેમાં તેમનો વિજય થયો અને પ્રથમવાર ધારાસભ્ય બનીને તેઓ વિધાનસભામાં પહોંચ્યા હતા.
વડાપ્રધાન મોદીએ રાજ્ય કક્ષાના વન પ્રધાન બનાવ્યા
તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં સીધા રાજ્ય કક્ષાના વન પ્રધાન તેઓ બન્યા હતા. તેઓએ વનપ્રધાન તરીકેની સફળ કામગીરી કરી 5 વર્ષના પ્રધાન પદના સમય ગાળામાં પણ તેમણે ઓર્ગેનિક ખેતીને પ્રાધાન્ય આપ્યું હતું. આ બાદ, સ્થાનિક ભાજપની જૂથબંધીમાં 2017માં તેમનો પરાજય થતા પાર્ટીના કાર્યકર તરીકે તેઓ કામ કરી રહ્યી છે.
આ પણ વાંચો: વલસાડમાં વરસાદ પાછો ખેંચાતા ખેતી માટે ખેડૂતો શોધી રહ્યા છે વૈકલ્પિક રસ્તા
ચૂંટણીઓની કરી રહ્યા છે તૈયારીઓ
પૂર્વ વન પ્રધાન શબ્દશરણ હાલ ખેતીમાં વ્યસ્ત છે, આગામી ગ્રામ પંચાયતની અને વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓ પણ કરી રહ્યા છે, ત્યારે તેમનું કહેવું છે કે, બાપ દાદાની જમીનો અને ખેડૂત દીકરાએ આ ખેતી સાથે મને જોડી રાખ્યો છે. તેમણે કહ્યું હતું કે, ખેતી એ પવિત્ર ધંધો છે, કુદરત સાથે જોડાઈ રહેવાનો મોકો મળે છે. એટલે ખેતી મને ખુબ ગમે છે અને અનાજ, કઠોળ, શાકભાજી બધી વસ્તુ મેં મારા ખેતરમાં વાવી છે, જે ઘરના ખાવા પુરતી જ કરું છું. આ ઉપરાંત,
તડવી ખેતીમાં હાલ રચ્યાપચ્યા રહે છે
તેમણે જણાવ્યું હતું કે, કોઈને આપી મદદ કરી શકાય બહારથી વધુ વસ્તુઓ ખરીદતા નથી. આ ઉપરાંત, અન્ય કોઈ વ્યવસાયમાં પડવા કરતા તેઓ ખેતીને મહત્વ આપી જાતે ખેતીમાં હાલ રચ્યાપચ્યા રહે છે. પાર્ટીનો કાર્યક્રમ હોય કે કોઈ જવાબદારી સોંપે એ પુરી કરી પૂર્વ વનપ્રધાન સાહેબ ફરી પોતાના ખેતરોમાં જ જોવા મળતા હોય છે. પોતે વાવણી અને ખેડાણ પણ જાતે કરતા કોઈ ખેડૂતને કોઈ સહાય મદદ જોઈતી હોય તો પણ તેઓ કરે છે. તેઓ આજે પણ ઓર્ગેનિક ખેતીને પ્રાધાન્ય આપી રહ્યા છે.