ETV Bharat / state

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પાર્કિંગ ચાર્જમાં ખાનગી એજન્સીનો કરોડોનો ભ્રષ્ટાચાર - Writer Business Service Pvt

સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ પ્રવાસીઓ મોટી સંખ્યામાં મુલાકાતે આવી રહ્યા છે. જેમાં અત્યાર સુધી 40 લાખથી વધુ પ્રવાસીઓ આવ્યા છે. જેમાંથી 80 કરોડથી વધુની આવક થઈ છે. ત્યારે તાજેતરમાં 2 વર્ષના ઓડિટ દરમિયાન એક મોટી ઉચાપત સામે આવી છે. SOUની આવકના નાણાં લઇ બેંકમાં જમા કરાવનાર એજન્સી દ્વારા 5.52 કરોડ રૂપિયા બેંકમાં જમા નહીં કરાયા હોવાની વાત સામે આવતા ખાનગી એજન્સી સામે ગુનો નોંધાયો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પાર્કિંગ ચાર્જમાં ખાનગી એજન્સીએ કર્યો કરોડોનો ભ્રષ્ટાચાર
સ્ટેચ્યુ ઓફ યુનિટી
author img

By

Published : Dec 2, 2020, 1:50 PM IST

  • સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પાર્કિંગ ચાર્જમાં ખાનગી એજન્સીએ કર્યો કરોડોનો ભ્રષ્ટાચાર
  • SOU તંત્રએ HDFC બેંકને જાણ કરતા બેંકે તપાસ હાથ ધરી
  • તંત્ર દ્વારા છેતરપિંડી કરતી ટ્રાવેલ એજન્સી સામે પોલીસ ફરિયાદ

નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત અન્ય પ્રોજેક્ટો પર કોરોના મહામારીને લીધે હાલ ઓફ લાઈન ટિકિટ બુકીંગ બંધ છે. જ્યારે ઓનલાઈન ટિકિટ બુકીંગ ચાલુ છે. અહીંયા રોજના હજારોની સંખ્યામાં આવતા પ્રવાસીઓના વાહન પાર્કિંગ માટે ખાનગી એજન્સીને કોન્ટ્રાકટ અપાયો છે. જેમાં અમુક રૂપિયા ચાર્જ ભરી પાર્કિંગમાં પ્રવાસીઓ પોતાના વાહનો પાર્ક કરી શકે છે. અગાઉ ટિકિટ બુકીંગમાં પ્રવાસીઓ સાથે છેતરપિંડી થઈ હોવાની ઘણી બાબતો સામે આવી હતી. જોકે, સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્ર દ્વારા છેતરપિંડી કરતી ટ્રાવેલ એજન્સી સામે પોલીસ ફરિયાદ જેવી કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પાર્કિંગ ચાર્જમાં ખાનગી એજન્સીએ કર્યો કરોડોનો ભ્રષ્ટાચાર
કેવડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

સ્ટેચ્યુ ઓફ યુનિટીની “ફી” અને પાર્કિંગ ચાર્જમાં ખાનગી એજન્સીએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ થઈ રહેલા વિકાસ કામોમાં પણ ભ્રષ્ટાચારની બુમો અગાઉ ઉઠી હતી. ત્યારે આ કરોડો રૂપિયાનો બીજો ભ્રષ્ટાચાર સામે આવતા અનેક સવાલો પણ ઉભા થયા છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના વહીવટીમાં ભ્રષ્ટાચાર મુદ્દે HDFC બેંકને એની જ ખાનગી એજન્સીએ 5 કરોડ રૂપિયાનો ચુનો ચોપડ્યો હોવાનું તથ્ય બહાર આવ્યું છે. આ મામલે કેવડિયા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું એકાઉન્ટ વડોદરાની HDFC બેંકમાં છે. હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીના રોજના કલેક્શન માટે બેંકે કલેક્શન એજન્ટ તરીકે ડોર સ્ટેપ બેંકિંગ સર્વિસ માટે “રાઈટર બિઝનેસ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડની” નિમણૂક કરી હતી. “રાઈટર બિઝનેસ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ”ની રોજ સાંજ પડે કલેક્શનની રકમ સ્ટેચ્યુ ઓફ યુનિટીના જવાબદાર અધિકારીઓ પાસેથી લઈ બેંકના ખાતામાં જમા કરાવવાની જવાબદારી હતી.

અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી

હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓફિસે આપેલી રોકડ રકમ અને એની સ્લીપ તથા એકાઉન્ટમાં જમા થયેલ રકમ વચ્ચે ઘણો મોટો તફાવત હતો. આ મામલે SOU તંત્રએ HDFC બેંકને જાણ કરતા બેંકે તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન નવેમ્બર-2018થી માર્ચ-2020 સુધીના સમયગાળા દરમિયાન “રાઈટર બિઝનેસ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ”ના કર્મચારીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી કચેરી ખાતેથી 5,24,77,375 રૂપિયા રોકડ રકમ લઈ બેંક ખાતામાં જમા ન કરાવ્યા હોવાનું બહાર આવતા ખળભળાટ મચ્યો હતો. વડોદરા HDFC બેંક દ્વારા “રાઈટર બિઝનેસ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ” ના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ આ ભ્રષ્ટાચાર મુદ્દે કાયદેસરની કાર્યવાહી કરવા કેવડિયા પોલીસ મથકમાં ફરિયાદ કરી છે. કેવડિયા DYSP વાણી દુધાત આ ભ્રષ્ટાચાર મામલે સમગ્ર તપાસ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.