નર્મદાઃ જિલ્લામાં આવેલા પ્રવાસન ધામ સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા ડેમ અને જંગલ સફારી સહીતના સ્થળોમાં કામ કરતા કર્મચારીઓના કોરોના કાળમાં સારા સ્વાસ્થ્યની કામના સાથે ગરુડેશ્વરના વાગડીયા ખાતે કોવિડ-19 (RTPCR) કોરોના ટેસ્ટ મેગા કેમ્પનું આયોજન નર્મદા નિગમ, સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
કેવડિયા કોલોનીમાં 10 અલગ-અલગ કેન્દ્રો પર કોવિડ-19 (RTPCR) ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. આ ટેસ્ટ ઝૂંબેશમાં કેવડિયા ખાતે ફરજ બજાવતા સરદાર સરોવર નર્મદા નિગમ લી. સ્ટેચ્યુ ઓફ યુનિટી, વનવિભાગ કેવડિયા, ગુજરાત પ્રવાસન વિકાસ નિગમ લી, GSECL, જિલ્લા કલેક્ટર કચેરી, એલ એન્ડ ટી અને ટર્નરનાં તમામ કર્મચારીઓ તેમજ અધિકારીઓ અને માધ્યમકર્મીઓને પણ આવરી લેવાશે.
આ માટે સૂક્ષ્મ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બુધવારે 2800 કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
SOUના CEO મનોજ કોઠારીએ જણાવ્યું હતું કે, 31 ઓક્ટોમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદા સ્ટેચ્યું ઓફ યુનિટીની મુલાકાતે આવવાના છે. તેમજ પ્રવાસીઓ માટે આ SOG ખુલ્લું મુકવામાં આવશે, જેને કારણે કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે તમામ કર્મચારીઓ કે જેઓ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રહેવાના હોવાથી તમામ કર્મચારી કોરોના મુક્ત રહે તે માટે આ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. આવનારા દિવસોથી દેશ બહારના પણ પ્રવસીઓ મુલાકાતે આવવાના હોય તેના કારણે તંત્ર સજ્જ થયું છે.