ETV Bharat / state

મુખ્યપ્રધાન વિજય રુપાણી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતેઃ વિકાસ કાર્યોની કરી સમીક્ષા - સ્ટેચ્યુ ઓફ યુનિટી

નર્મદા : મુખ્યપ્રધાન વિજય રૂપાણી 16 અને 17 ઓગષ્ટના બે દિવસ કેવડિયાની મુલાકાતે છે. પ્રથમ કેવડિયા પહોંચ્યા હતાં. આ દરમિયાન મીડિયા સાથેની વાતમાં તેમણે વડાપ્રધાનના આગામી કાર્યક્રમો અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસને લગતી વાત કરી હતી. આ ઉપરાંત સરદાર સરોવર ડેમ ભરાઈ જતાં તેને કુદરતની મહેરબાની ગણાવી હતી. આ ઉપરાંત તેમણે પારસી સમુદાયને નવા વર્ષની શુભકામના આપી હતી.

મુખ્યપ્રધાન વિજય રુપાણી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતેઃ વિકાસ કાર્યોની કરી સમીક્ષા
author img

By

Published : Aug 17, 2019, 5:38 AM IST

કેવડિયા ખાતે આગામી 13, 14 અને 15 સપ્ટેમ્બર વિદેશ નીતિને સંદર્ભે રાષ્ટ્રીય કક્ષાની બેઠક યોજાશે. જેમાં 15 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે, ત્યારબાદ 31 ઓક્ટોબરના ફરી વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ માટે વડાપ્રધાન કેવડિયા આવશે. આમ બે વખતની પીએમની કેવડિયાની મુલાકાતને ધ્યાનમાં રાખી સુરક્ષા માટેની સમીક્ષા અને 30 પ્રોજેક્ટોના કામો વહેલા પૂર્ણ કરવા સાથે જરૂરી સૂચના અને કામગીરીનું નિદર્શન કરવા મુખ્યપ્રધાને મુલાકાત કરી છે.

મુખ્યપ્રધાન વિજય રુપાણી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતેઃ વિકાસ કાર્યોની કરી સમીક્ષા

આ દરમિયાન મુખ્યપ્રધાન રુપાણીએ જણાવ્યુ હતુ કે, નર્મદા બંધનું કામ પૂરું થઈ ગયું છે. એટલે 138 મીટરની ઊંચાઈ સુધી પાણી ભરવામાં NCAની સંમતિની જરૂર નથી. ટેકનિકલ અભિપ્રાય સાથે તકેદારી રાખીને 138 મીટરની ઊંચાઈ સુધી પાણી ભરવાની નેમ છે. તેમણે જણાવ્યું કે, નર્મદા બંધમાં 132 મીટર ઊંચાઈ સુધી પાણી ભરાયું છે. સમગ્ર રાજ્યમાં ઘણો સારો વરસાદ થયો છે. કુદરતની આ મહેર ગુજરાત માટે ખૂબ લાભદાયક બનશે. આ ઉપરાંત તેમણે પારસી સમુદાયને નવા વર્ષની શુભેચ્છા આપી હતી.

મુખ્યપ્રધાન શનિવારે સવારે 8.30 કલાકે કેવડિયા કોલોનીમાં જુદા જુદા પ્રોજેક્ટ સ્થળની મુલાકાત લેશે અને અધિકારીઓ સાથે બાકી કામગીરી અંગે જરૂરી સમીક્ષા બેઠક યોજશે. ત્યારબાદ બપોરે 2.10 કલાકે કેવડીયા હેલિપેડ ખાતેથી હેલિકોપ્ટર દ્વારા વડોદરા એરપોર્ટ જવા રવાના થશે.

Intro:દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 13, 14 અને 15 વિદેશ નીતિ ને લઈ ને યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની બેઠક છે.જેમાં આવશે અને ત્યારબાદ 31 ઓક્ટોબર ના ફરી પી.એમ ની વિઝીટ છેBody:આમ બે વારની વિઝીટ ને લઈને સુરક્ષા, અને 30 જેટલા પ્રોજેક્ટો નું લોકાર્પણ પણ થશે જે કામો વહેલા પૂર્ણ કરવા સાથે જરૂરી સૂચના અને કામગીરી નું નિદર્શન કરવા મુખ્યમંત્રી વિજ્ય રૂપાણી શુક્રવારના રોજ સાંજે 7 કલાકે હેલીકોપ્ટર દ્વારા કેવડીયા કોલોનીના હેલીપેડ ખાતે આવી પહોંચ્યાં હતા. ત્યાંથી વી.આઇ.પી. સર્કિટ હાઉસ ખાતે જઇ રાત્રે 8 અધિકારીઓ સાથે બેઠક કરી હતી.આ તમામ ઘટના ક્રમોને ધ્યાનમાં રાખીને પ્લાનીંગના અમલીકરણની સમીક્ષા કરાશે. Conclusion:સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, જણાવ્યું કે નર્મદા બંધનું કામ પૂરું થઈ ગયું છે એટલે 138 મીટરની ઊંચાઈ સુધી પાણી ભરવામાં NCAની સંમતિની જરૂર નથી. ટેકનીકલ અભિપ્રાય સાથે તકેદારી રાખીને 138 મીટરની ઊંચાઈ સુધી પાણી ભરવાની નેમ છે. તેમણે જણાવ્યું કે, નર્મદા બંધમાં 132 મીટર ઊંચાઈ સુધી પાણી ભરાયું છે. સમગ્ર રાજ્યમાં પ્રભુના પ્રસાદ જેવો ઘણો સારો વરસાદ થયો છે. કુદરતની આ મહેર ગુજરાત માટે ખૂબ લાભદાયક બનશે.

બાઈટ -વિજય રૂપાણી (મુખ્ય મંત્રી )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.