સોમવારથી હેલીકૉપટર અચાનકગાયબ થઇ ગયું છે.મંગળઅને બુધવારનાપ્રવાસીઓ મોટી સંખ્યામાં હેલીકૉપ્ટરનો નજારો માણવા ગયા પણ હેલીકૉપટર ગાયબ હતું. તો આ હેલીકૉપ્ટરક્યાં ગયું, એક હેલીકૉપ્ટર નચાલે તો બીજુ તાત્કાલિક લાવી દેવાશે. પરંતુ હેલીકૉપ્ટરની સેવા બંધ થશે નહિ જે બાબતની શરતે પ્રવાસન વિભાગે આ સેવા માટેનો કોન્ટ્રાકટ આ ખાનગી એજન્સીને આપ્યો હતો.
પરંતુ ચૂંટણી સમયે હેલીકૉપટરો ભાડે આપવા અને કમાણી કરવા માટે ખાનગી એજન્સી નર્મદા બંધ સ્ટેચ્યુ પરઆવનારા પ્રવાસીઓને ભુલી ગાયા છે. ત્યારે આ સેવારાબેતા મુજબ ચૂંટણી બાદ ફરી શરૂ થશે એવું લાગી રહ્યું છે.
લોકસભાની ચૂંટણીનોમાહોલ ચાલી રહ્યો છેઅને રાજકીય પાર્ટીઓના મોટા નેતાઓ, મંત્રીઓ સેલિબ્રિટીઓ જયારે એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રચાર કરવા જાય ત્યારે આ હેલીકૉપ્ટરનો ઉપયોગ કરે છે.આ કેવડિયાનું હેલીકૉપ્ટર પણ એ સેવામાં લાગ્યું હોય એવી શક્યતાઓ લાગી રહી છે. સ્થાનિક તંત્રને પૂછપરછ કરતા ટેક્નિકલ ખામી અને રૂટિંગ ચેકીંગ કરવા માટે લઇ જવાયું છે એવુું જાણવા મળ્યું હતું પણ ચૂંટણીમાં હેલીકૉપ્ટરનો ઉપયોગ થઇ રહ્યો છે. એ વાત પણ નકારી શકાય તેમ નથી.