ETV Bharat / state

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિધાનસભાના અધ્યક્ષોની પરિષદ યોજાશે - Speakers of the Legislative Assembly

આગામી 25થી 27 નવેમ્બરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સિટી ખાતે વિધાનસભાના તમામ અધ્યક્ષ, લોકસભા અને રાજયસભાના સ્પીકરની એક પરિષદ યોજાવાની છે. જેમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ આ પરિષદમાં હાજર રહેશે. આ અંતર્ગત કેવડીયા ખાતે સુરક્ષા વ્યવસ્થાનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.

કેવડીયા
કેવડીયા
author img

By

Published : Nov 23, 2020, 3:54 AM IST

Updated : Nov 23, 2020, 4:07 AM IST

  • સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સિટી ખાતે વિધાનસભાના અધ્યક્ષની યોજાશે
  • રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ આ પરિષદમાં હાજર રહેશે
  • કેવડીયા ખાતે સુરક્ષા વ્યવસ્થાનો ધમધમાટ શરૂ

નર્મદા : આગામી 25થી 27 નવેમ્બર વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા જિલ્લાના કેવડીયામાં છે. જ્યાં ટેન્ટ સિટી ખાતે ભારતની તમામ વિધાનસભાના અધ્યક્ષો, લોકસભા અને રાજ્યસભાના સ્પીકરની સાથે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પરિષદમાં ભાગ લેશે. આ અંતર્ગત કેવડીયા ખાતે સુરક્ષા વ્યવસ્થાનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.

લોકસભાના સ્પીકર ઓમ પ્રકાશ બિરલા, અન્ય સ્પીકર સાથે બેસી અને ચર્ચા વિચારણા કરશે

આગામી 25 નવેમ્બરથી સમગ્ર ભારતની વિધાનસભાના તમામ અધ્યક્ષો, લોકસભા અને રાજ્યસભાના સ્પીકરની સાથે સાથે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ આવાવના છે. લોકસભાના સ્પીકર ઓમ પ્રકાશ બિરલા, અન્ય સ્પીકર સાથે બેસી અને ચર્ચા વિચારણા થવાની છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિધાનસભાના અધ્યક્ષોની બેઠક યોજાશે

વિધાનસભાના અઘ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ મુલાકત લઇ સમીક્ષા બેઠક યોજી

કેવડીયા ખાતે આવેલા ટેન્ટ સિટી 2 ખાતે 80મી રાજ્ય વિધાનસભાના અધ્યક્ષોની પરિષદ યોજાવવાની છે. ત્યારે આ સ્થળે વિધાનસભાના અઘ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ મુલાકત લઇ સમીક્ષા બેઠક યોજી હતી. છેલ્લા સો વર્ષમાં પ્રથમ વખત આવો કાર્યક્રમ યોજાવવા જઈ રહ્યો છે. આ દેશના ઇતિહાસમાં પહેલીવાર સ્પીકરની અખિલ ભારતીય બેઠક હોય એવી પહેલી ઘટના બની રહી છે.

સમાપનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમાપન સ્પીચ વર્ચ્યુઅલી કરશે

આ કાર્યક્રમમાં મુખ્ય આકર્ષણ એ પણ હશે કે, કાર્યક્રમના સમાપનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમાપન સ્પીચ વર્ચ્યુઅલી કરશે. અન્ય આકર્ષણની વાત કરીએ તો આ કાર્યક્રમમાં સરદાર પ્રતિમાના સાનિધ્યમાં બંધારણના આમુખની સાક્ષી હેઠળ રાષ્ટ્રીય એકતાના શપથ ગ્રહણ કાર્યક્રમ થશે. જે આ પરિષદને અવિસ્મરણીય અને યાદગાર બનાવશે. લોકસભા અને રાજ્યસભાના નેતા પ્રતિપક્ષને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. આ પરિષદના આયોજનમાં રાજ્ય સરકારે સંપૂર્ણ પીઠબળ આપ્યું છે. કેવડીયા ખાતે 2 દિવસના પરિષદને લઈને કેવડીયામાં ધમધમાટ શરૂ થઈ ગયો છે. કોરોનાને લઈને ખાસ બેઠક વ્યવસ્થામાં કરવામાં આવી છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખવામાં આવે છે.

Last Updated : Nov 23, 2020, 4:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.