ETV Bharat / state

AAP MLA ચૈતર વસાવાના ત્રણ દિવસના જામીન મંજુર

ગઈ કાલે પોલીસ આત્મસમર્પણ બાદ પોલીસ દ્વારા ચૈતર વસાવાને દેડીયાપાડા કોર્ટમાં રિમાન્ડ માટે હાજર કરવામાં આવ્યા હતા. પોલીસે કોર્ટમાં 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. ત્યારે કોર્ટે ચૈતર વસાવાના 3 દિવસના પોલીસ રિમાન્ડ મજૂર કર્યા છે.

CHAITAR VASAVA CASE DEMAND OF REMAND GOPAL ITALIA AT COURT

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 15, 2023, 2:52 PM IST

Updated : Dec 15, 2023, 4:22 PM IST

ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવાના વકીલ અને આપ નેતા

નર્મદા: ડેડીયાપાડા બેઠકના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ 40 દિવસ બાદ નાટયાત્મક ઢબે પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારી લીધી છે. તેઓ વનકર્મીઓને માર મારવાના અને હવામાં ગોળીબાર કરવાના ગુનામાં ફરાર હતા. પોલીસ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાને આજે 11 વાગ્યે ડેડીયાપાડા કોર્ટમાં રિમાન્ડ માટે હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટમાં આપના રાષ્ટ્રીય મહામંત્રી ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવાની તરફેણમાં વકીલ તરીકે દલીલો કરી હતી. પોલીસે તપાસ માટે કોર્ટ પાસે 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા તેની સામે કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

સરકારી વકીલ મુકેશ ચૌહાણ સરકારની તરફેણમાં દલીલ કરી રહ્યા છે.

દેડિયાપાડા કોર્ટમાં આપના રાષ્ટ્રીય મહામંત્રી ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવાની તરફેણમાં વકીલ તરીકે દલીલો કરી રહ્યા છે. દેડિયાપાડા પોલીસે તપાસ માટે કોર્ટ પાસે 14 દિવસના રિમાન્ડની માગ કરી છે. સરકારી વકીલ મુકેશ ચૌહાણ સરકારની તરફેણમાં દલીલ કરી રહ્યા છે. બંને વચ્ચે 30 મિનિટ સુધી દલીલો ચાલી હતી. AAP નેતા અને વકીલ ગોપાલ ઇટાલિયાએ ચૈતર વસાવાની તરફેણમાં દલીલ કરી હતી કે આ કેસ ખોટો છે. જો કેસ સાચો હોય તો હવામાં ફાયરિંગ કરીને પૈસા લીધા હોય તો એના પુરાવા લાવો.

વધુમાં ઇટાલિયાએ દલીલ કરી કે જો કેસ સાચો જ હતો તો આટલી મોડી FIR કેમ કરી. પોલીસે તપાસ માટે કોર્ટ પાસે 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા તેની સામે કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ધારાસભ્યને કોઈપણ તકલીફ ના પડે એવા સૂચન સાથે નામદાર જજે 18 ડિસેમ્બર બપોરના 12 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

રિમાન્ડ મંજૂર: ડેડીયાપાડા 'આપ'ના ધારાસભ્ય ચૈતર વસાવા એ ગઈકાલે પોલીસ સમક્ષ આત્મ સમર્પણ કર્યું હતું. જીલાલ એસપી અને પોલીસે મોદી રાત સુધી સઘન પૂછપરછ કરી હતી. આજે સવારે ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટમાં લઇ જવામાં આવ્યા હતા. ભારે પોલીસ બંદોબસ્ત સાથે ચૈતર વસાવાને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. પોલીસે કોર્ટ સમક્ષ રિમાન્ડની માંગણી કરી હતી. દેડીયાપાડા કોર્ટે તારીખ 18/12/23 તારીખના 12 વાગ્યાં સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

  1. AAP MLA Chaitar Vasava : આપના ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયા
  2. લોકસભા ચૂંટણી પહેલા નર્મદામાં રાજકીય ગરમાવો, મનસુખ વસાવાએ આપ પર પ્રહારો કર્યા

Last Updated : Dec 15, 2023, 4:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.