રાષ્ટ્ર સેવિકા સમિતિ ગુજરાત ક્ષેત્ર દ્વારા આયોજિત આ પવિત્ર દિવસે સેવિકાઓ ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલને માનવંદના આપતા રોમાંચક માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર ગુજરાતના 130 સ્થાનોથી 1400થી 1500 સેવિકા બહેનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
જેમાં વિદ્યાર્થીઓ અને ગૃહિણી ઉપરાંત ડોક્ટર, વકીલ, એન્જીનીયર, શિક્ષિકા, પ્રોફેસર તેમજ વિવિધ વ્યવસાયિક ક્ષેત્રે પારંગત બહેનો મોટી સંખ્યામાં જોડાઈ હતી. 8 વર્ષથી 70 વર્ષ સુધીની બહેનો આ શૌર્ય પ્રદર્શનમાં જોડાઈ હતી.
આજે નારી ઉત્થાન,સ્ત્રી સંરક્ષણ તેમજ ,મહિલા સન્માન માટે વિવિધ રીતે પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે આ કાર્યક્રમ દ્વારા ઘણી બહેનોને પ્રેરણા મળી હતી. એક સ્ત્રી ગૃહિણી હોય કે બિઝનેસ વુમન પણ તે સમાજ અને દેશ માટે આગળ આવી નેતૃત્વ કરી શકે છે. તેવો વિશ્વાસ દ્રઢ થતો જોવા મળ્યો. કહેવાય છે કે, 100 પુરૂષો ભેગા કરવા સરળ છે. પરંતુ 4 સ્ત્રીઓને ભેગી રાખવી અશક્ય છે. તો અહીં એક સાથે વિવિધ જ્ઞાતિ,સમાજ અને સંપ્રદાયની મહિલાઓ ભેગી થઈ સમાજને સ્ત્રી સંગઠીતતા અને સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.