ETV Bharat / state

સેલવાસમાં દીપડાની દહેશત, વનવિભાગે ગોઠવ્યા બે પાંજરા

સેલવાસ: સેલવાસમાં નક્ષત્ર ગાર્ડન અને ઉલ્ટન ફળિયા વિસ્તારમાં દીપડા જેવું વન્ય પ્રાણી દેખાયાની વનવિભાગને સ્થાનિક જસ-એક્ઝોટીકા રિસોર્ટના માલિક દ્વારા જાણ કરવામાં આવી હતી. જેને લઇને સાવચેતીના ભાગ રૂપે હાલ વનવિભાગે મારણ સાથેના બે પાંજરા ગોઠવી પેટ્રોલિંગ શરૂ કર્યું છે. ત્રણ દિવસથી ચાલતી આ દીપડાના ભયની વાતથી હાલ લોકોમાં ગભરાટ વ્યાપ્યો છે.

author img

By

Published : Apr 12, 2019, 1:00 PM IST

સ્પોટ ફોટો

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના મુખ્ય મથક સેલવાસમાં જસ-એક્ઝોટીકાથી ફોરેસ્ટ રેસ્ટ હાઉસ, નક્ષત્ર વન ગાર્ડન, ઉલટન ફળિયા વિસ્તારની હદમાં વન્ય પ્રાણીની હલ ચલ વિશે વનવિભાગને જાણકારી મળતાં વન વિભાગે બે પાંજરા ગોઠવી સાવચેતીના ભાગરૂપે ખાસ પરિપત્ર બહાર પડ્યો છે.

સેલવાસમાં દીપડાની દહેશત

જો કે મંગળવારથી શુક્રવાર સુધીના આ વન્ય પ્રાણી દેખાયાંની ઘટનામાં હજુ સુધી કોઈ વન્યપ્રાણી પાંજરામાં કે આસપાસ લગાવેલ CCTV કેમેરામાં કેદ ન થતા આ સમગ્ર ઘટનાને સ્થાનિક લોકો અફવા ગણાવી રહ્યા છે. જ્યારે વનવિભાગ બે ટિમ બનાવી સતત પેટ્રોલિંગમાં વ્યસ્ત બન્યું છે.

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના મુખ્ય મથક સેલવાસમાં જસ-એક્ઝોટીકાથી ફોરેસ્ટ રેસ્ટ હાઉસ, નક્ષત્ર વન ગાર્ડન, ઉલટન ફળિયા વિસ્તારની હદમાં વન્ય પ્રાણીની હલ ચલ વિશે વનવિભાગને જાણકારી મળતાં વન વિભાગે બે પાંજરા ગોઠવી સાવચેતીના ભાગરૂપે ખાસ પરિપત્ર બહાર પડ્યો છે.

સેલવાસમાં દીપડાની દહેશત

જો કે મંગળવારથી શુક્રવાર સુધીના આ વન્ય પ્રાણી દેખાયાંની ઘટનામાં હજુ સુધી કોઈ વન્યપ્રાણી પાંજરામાં કે આસપાસ લગાવેલ CCTV કેમેરામાં કેદ ન થતા આ સમગ્ર ઘટનાને સ્થાનિક લોકો અફવા ગણાવી રહ્યા છે. જ્યારે વનવિભાગ બે ટિમ બનાવી સતત પેટ્રોલિંગમાં વ્યસ્ત બન્યું છે.

Intro:સેલવાસ :- સેલવાસમાં નક્ષત્ર ગાર્ડન અને ઉલ્ટન ફળિયા વિસ્તારમાં દીપડા જેવું વન્ય પ્રાણી દેખાયાની વનવિભાગને સ્થાનિક જસ-એક્ઝોટીકા રિસોર્ટના માલિક દ્વારા જાણ કરવામાં આવતા. સાવચેતીના ભાગ રૂપે હાલ વનવિભાગે મારણ સાથેના બે પાંજરા ગોઠવી પેટ્રોલિંગ શરૂ કર્યું છે. ત્રણ દિવસથી ચાલતી આ દીપડાના ભયની વાતથી હાલ લોકોમાં ગભરાટ વ્યાપ્યો છે. જ્યારે કેટલાક આને અફવા ગણાવી રહ્યાં છે.


Body:સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના મુખ્ય મથક સેલવાસમાં જસ-એક્ઝોટીકાથી ફોરેસ્ટ રેસ્ટ હાઉસ, નક્ષત્ર વન ગાર્ડન, ઉલટન ફળિયા વિસ્તારની હદમાં વન્ય પ્રાણીની હલન ચલન વિશે વનવિભાગને જાણકારી મળતાં. વન વિભાગે બે પાંજરા ગોઠવી સાવચેતીના ભાગ રૂપે ખાસ પરિપત્ર બહાર પડ્યો છે. જો કે મંગળવારથી શુક્રવાર સુધીના આ વન્ય પ્રાણી દેખાયાંની ઘટનામાં હજુ સુધી કોઈ વન્યપ્રાણી પાંજરામાં કે આસપાસ લગાવેલ CCTV કેમેરામાં કેદ ના થતા આ સમગ્ર ઘટનાને સ્થાનિક લોકો અફવા ગણાવી રહ્યા છે. જ્યારે વનવિભાગ બે ટિમ બનાવી સતત પેટ્રોલિંગમાં વ્યસ્ત બન્યું છે.

સેલવાસમાં નક્ષત્ર વન ગાર્ડન એ શહેરીજનો માટે અને પ્રવાસીઓ માટે મનગમતું ફરવાનું સ્થળ છે. ત્યારે અહીં રોજ સવારે સાંજે ફરવા આવતા સ્થાનિકોનું કહેવું છે. તેઓ રોજ અહીં આવે છે. પરંતુ તેમને આવું કોઈ વન્યપ્રાણી અહીંયા દેખાયું નથી. અમે પણ આ અંગે સાંભળ્યું છે. અને વનવિભાગની સુચનાની જાણ છે. માટે દરેકે સાવધાની રાખવી જરૂરી છે. અને જો આવું કોઈ પ્રાણી દેખાય તો તાત્કાલિક વનવિભાગને જાણ કરવી જોઈએ. જેથી કોઈને નુકસાન ન થાય.

જ્યારે વનવિભાગના ફોરેસ્ટ કિરણ પરમારે જણાવ્યું હતું કે, મંગળવારે અમને આ અંગે જાણ કરવામાં આવી હતી. જે બાદ અમે તે વિસ્તારમાં મારણ સાથેના બે પાંજરા ગોઠવ્યા છે. બે ટીમ બનાવી સતત તે વિસ્તારમાં નજર રાખવામાં આવી રહી છે. બે ફોરેસ્ટ ગાર્ડ ઉપરાંત RFO, DCF પણ સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. આસપાસના cctv ના એન્ગલ પણ તે તરફ રાખવામાં આવ્યા છે. જેમાં પણ હજુ સુધી વન્ય પ્રાણી અંગેની કોઈ મુવમેન્ટ જોવા મળી છે. એટલે લોકોના કહેવા પ્રમાણે કદાચ તે દીપડો હોઈ શકે છે. માટે હાલમાં આસપાસના લોકોને પત્રિકા દ્વારા સૂચના આપવામાં આવી છે. કે, લોકોએ ભયભીત ન થવું, બાળકોને એકલા ના મુકવા, રાત્રે આ વિસ્તારમાં અવરજવર ટાળવી, ઘરના કચરામાં નોનવેજ ખાદ્યચીજ ના નાખવી અને પોતાના પાલતુ પશુ, પ્રાણીઓને ખુલ્લામાં ન રાખવા.


Conclusion:આ દીપડો કે અન્ય વન્ય પ્રાણી દેખાયાંની ઘટનાએ સેલવાસના લોકોમાં પણ ભયનું વાતાવરણ ઉભું કર્યું છે. તો, કેટલાક લોકોને માટે આ તદ્દન અફવા છે. જો વન્ય પ્રાણી હોય તો, ત્રણ દિવસમાં ચોક્કસ પાંજરામાં આવી ગયું હોત. જો કે જે હોય તે પણ હાલ વન્ય પ્રાણી દેખાયાંની ઘટનાને પગલે વનવિભાગ સક્રિય બન્યું છે. અને સાવચેતી રાખી રહ્યું છે.

Bite :- કિરણ પરમાર, RFO, દાદરા નગર હવેલી, વનવિભાગ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.