- શકરસિંહ વાઘેલાએ મોહન ડેલકરને આપી શ્રદ્ધાંજલિ
- દોષીઓ સામે હત્યાની કલમ હેઠળ તપાસ કરવાની માગ કરી
- ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા
સેલવાસ: કેન્દ્રશાસિત પ્રદેશના અપક્ષ સાંસદ મોહન ડેલકરના આપઘાત બાદ તેમના પરિવારને સાંત્વના આપવા માટે ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા રવિવારે સેલવાસ આવ્યા હતાં. જ્યાં ડેલકરના પરિવારને મળી સાંત્વના પાઠવ્યા બાદ ડેલકરના આત્મહત્યા પ્રકરણમાં જે પણ લોકોની સંડોવણી હોય તેની સામે ભારત સરકાર અને મહારાષ્ટ્ર સરકાર 302ની કલમ હેઠળ કાર્યવાહી કરે તેવી માગ કરી હતી.
આ પણ વાંચો: દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરનો મુંબઈની હોટલમાંથી મળ્યો મૃતદેહ, દાદરા નગર હવેલીમાં શોકનું મોજું
મહારાષ્ટ્ર સરકારને તટસ્થ તપાસ કરવા રજુઆત કરશે
શંકરસિંહ વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે, મોહનભાઈએ પાર્લામેન્ટમાં પણ રજુઆત કરી હતી. પરંતુ ભાજપની સરકારે આ અંગે કોઈ કાર્યવાહી કરી નથી. મોહનભાઈને આત્મહત્યા કરવા મજબૂર કરવામાં ભાજપ સરકાર પણ એટલી જ દોષિત છે. તેઓ પોતાના અધિકારીઓને બચાવશે. ભાજપ દ્વારા ક્યારેય આ ઘટનાની તટસ્થ તપાસ નહિ થાય એટલે હું મહારાષ્ટ્ર સરકારને વિનંતી કરું છું કે, તેઓ આ મામલે તટસ્થ તપાસ કરે અને દોષીઓને સજા આપે. મોહનભાઈને અને તેના પરિવારને ન્યાય અપાવે. દાદરા નગર હવેલીમાં આ જે ઘટના બની છે, તે ઇમર્જન્સીના સમયની યાદ અપાવે છે.
આ પણ વાંચો: મોહન ડેલકરના દોષીઓને સજા કરી ન્યાય આપવા કેન્ડલ માર્ચ સાથે શ્રદ્ધાંજલિ