સેલવાસ : સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં આવેલા ગ્રામીણ વન વિસ્તારમાં 4 ઓગસ્ટની રાત્રે ભારે વરસાદ અને ભારે પવનને કારણે લોકોના મકાનો ધરાશાયી થઈ ગયા હતા. તેમજ મકાનોનો સામાન અને અનાજ બધુ જ પાણીના ડૂબી જવાથી નષ્ટ થયું હતું.
ભાજપે પૂરપીડિતોને રાશન સામગ્રી આપી પ્રદેશ પ્રમુખ દિપેશ ટંડેલે આ અંગે ભાજપ યુવા મોરચાને પૂર પીડિતોને રાહત સામગ્રી પહોંચાડવા સૂચના આપી હતી અને તે સાથે જ વહીવટતંત્ર સાથે જરૂરી સંકલન સાધી પીડિતોને ઝડપથી સહાય માટે પ્રયાસો કર્યા હતા. ભાજપની ટીમ સાથે સેલવાસના વહીવટીતંત્ર તરફથી બ્રિજેશ ભંડારીની ઉપસ્થિતિમાં પીડિતોને રાશન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભાજપે પૂરપીડિતોને રાશન સામગ્રી આપી ગ્રામીણ વિસ્તારની મુલાકાત દરમિયાન પ્રદેશ પ્રમુખ દિપેશ ટંડેલે જણાવ્યું હતું કે, ભાજપ પક્ષ દ્વારા અમે ખાતરી કરીશું કે, જે લોકો હજી પણ વડા પ્રધાન આવાસ યોજનાથી વંચિત છે. તેમને કાયમી પાકા મકાનો પૂરા પાડવામાં આવશે અને ગ્રામીણ આદિવાસી ભાઇઓને પાયાગત મૂળભૂત સુવિધા મળે તે દિશામાં પ્રયાસ હાથ ધરીશું.
ભાજપે પૂરપીડિતોને રાશન સામગ્રી આપી આ મુલાકાતમાં પ્રદેશ પ્રમુખ સાથે સિલ્વાસા જિલ્લા પ્રમુખ અજય દેસાઇ, ખાનવેલ જિલ્લા પ્રમુખ પ્રવીણ ગોરાટ, ખેરડીથી ભાજપના જિલ્લા પંચાયત સદસ્ય યશવંત ખુટીયા, યુવા મોરચાના પ્રમુખ વિશાલ પટેલ, નિકુંજ પટેલ, સંદિપ તિવારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.