શહેરમાં એક નાગરિકે CMને પત્રમાં લખ્યો છે. જેમાં સુરતમાં થયેલી દુર્ઘટના બાદ શહેરમાં કે રાજ્યમાં આવા પ્રકારની ઘટના ન બને તે માટે તમામ બિલ્ડિંગો, બિલ્ડરો, ક્લાસીસ ચલાવનાર, કોન્ટ્રાક્ટરો તેમજ બાંધકામની મંજૂરી આપનારા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી છે.
મોરબી શહેર અને જિલ્લામાં અનેક મોટી હાઈરાઈઝ બિલ્ડીંગ કોઈપણ જાતની મંજૂરી વગર ઉભી કરી દેવામાં આવી છે અને તેમાં આગ નિવારક તેમજ ફાયર સેફ્ટીના નિયમો હોવા છતાં કોઈ સેફ્ટી લીધેલી નથી. જેથી તે તમામને નોટિસો પાઠવી તાત્કાલિક બાંધકામ અટકાવી દેવા અને જે અધિકારીઓએ આવી બિલ્ડીંગ બનાવવા માટે NOC આપ્યું છે. તે અધિકારીઓને પણ જવાબદાર ગણી તેની સામે કડકમાં કડક પગલાં લેવા વિનંતી કરી છે.
આ ઉપરાંત પત્રમાં લખ્યું છે કે, પૈસાના જોરે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની કોઈપણ જાતની મંજૂરી વગર બિલ્ડીંગ, ક્લાસીસ કે શાળાઓ જે નિયમ વિરુદ્ધ હોય તે તમામને કાયદેસર કરવા નોટિસ આપવામાં આવે તેવુ જણાવ્યું હતુ. હવે જોવાનું એ રહ્યું કે, સરકાર આ સમગ્ર મામલે શું કાર્યવાહી કરે છે?