વાંકાનેર નગરપાલિકા તંત્ર દ્વારા વીતેલા વર્ષોમાં એકપણ બગીચો બનાવવામાં આવ્યો નથી. એટલું જ નહિ પરંતુ રાજાશાહી વખતના નહેરુ ઉદ્યાનની જાળવણીના અભાવે આજે બગીચાને બદલે ડમ્પિંગ સાઈટ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. નગરપાલિકા તંત્ર એકપણ નવો બગીચો બનાવી શકવા સક્ષમના હોય પરંતુ જે હયાત એકમાત્ર બગીચો છે. તેની જાળવણી કરવામાં સદંતર નિષ્ફળ નીવડી છે જેથી વાંકાનેરના રહીશોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
હાલ વેકેશન અને કાળઝાળ ગરમીની મોસમ ચાલતી હોય ત્યારે બાળકોને ફરવા માટે ક્યાં લઈ જવા તેવો પ્રશ્ન સર્જાયો છે. પરંતુ પાલિકા તંત્રને નાગરિકોની હાલાકી સાથે કશી લેવાદેવા જ નથી તેવું જણાઈ આવે છે. બગીચાની સમસ્યા અંગે વાંકાનેર નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ વોરા અને ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા જણાવે છે કે, ગુજરાત સરકારમાંથી ૪.૫ કરોડની ગ્રાન્ટ મળી છે જે આચારસંહિતા હટયા બાદ ટેન્ડર બહાર પાડી નવો આધુનિક બગીચો બનાવાશે જેમાં ૨૩ બાળકો માટેની રાઈડ ઉપરાંત સીનીયર સીટીઝન માટે કેન્ટીન, ટોયલેટ, મેડીટેશન સ્થળ સહિતની સુવિધાઓ મળી રહેશે હાલ આચારસંહિતા અમલી હોવાથી બગીચો બનાવવાનું કાર્ય ખોરંભે ચડ્યું છે જે જલ્દીથી નવો બનાવવામાં આવશે.