ETV Bharat / state

કોરોના મહામારી વચ્ચે વાંકાનેરનો યુવાન દુબઈમાં ફસાયો

કોરોના વાઈરસથી વિશ્વ આખું ત્રાહીમામ પોકારી ઉઠ્યું છે. જેના કારણે લાખો લોકો વિવિધ દેશોમાં ફસાયા છે. જેમાં વાંકાનેરનો એક યુવાન પણ દુબઈમાં ફસાયો હોવાનું સામે આવ્યું છે. તેણે મુુખ્યપ્રધાન તેમજ વિપક્ષના નેતા પરેશ ધાનાણીને મદદ માટે ગુહાર લગાવી છે.

vankaner youth trapped in Dubai
વાંકાનેરનો યુવાન દુબઈમાં ફસાયો
author img

By

Published : May 15, 2020, 3:42 PM IST

મોરબી: કોરોના મહામારીને પગલે ભારતના નાગરિકો દુનિયાના અનેક દેશોમાં ફસાયેલા હોય જેને પરત લાવવા સરકાર અભિયાન ચલાવી રહી છે. ત્યારે વાંકાનેરના યુવાન દુબઈમાં ફસાયા હોય જેને વતન પરત લાવવા આગેવાનો મથામણ કરી રહ્યા છે.

વાંકાનેરના ધારાસભ્ય મહમદ જાવેદ પીરઝાદા વાંકાનેર એપીએમસીના ચેરમેન એડવોકેટ શકીદ પીરઝાદાને ફેસબુક મારફત યુએઈથી મૂળ વાંકાનેરના તીથવાના વતની ઉર્વેશ માથકીયાનો ફોન આવ્યો હતો. જે દુબઈથી ભારત આવવા માંગે છે, પરંતુ ગુજરાત સરકાર દ્વારા દુબઈથી ગુજરાત આવવાની ફ્લાઈટને એપ્રુવલ ન આપ્યું હોવાની માહિતી આપી હતી. જેથી આ અંગે મદદ કરવા રજૂઆત કરી હતી. જેથી શકીદ પીરઝાદાએ વોટ્સએપ દ્વારા આ વિગતો સાથેની રજૂઆત અને વીડિયો મોકલ્યા હતા. જેમાં ઉર્વેશ માથકીયાએ જણાવ્યું હતું કે, યુએઈમાં અંદાજે 100 જેટલા ગુજરાતી યુવાનો વિઝીટર વિઝા પર છે. તેની પાસે નોકરી નથી અને આશરે 4000 જેટલા ગુજરાતીની નોકરી જતી રહી છે. જેઓ ભારત આવવા માંગે છે.

હાલ ગુજરાતી યુવાનો બેરોજગાર હોય જેથી આર્થિક ભીંસ અનુભવી રહ્યા છે. યુએઈ ખાતે ભારતીય એમ્બેસીમાં ભારત આવવા નોંધણી કરાવી છે. એમ્બેસીના જણાવ્યા અનુસાર ગુજરાત સરકાર યુએઈથી ફ્લાઈટની એપ્રુવલ આપતી નથી. જેથી ગુજરાતીઓ વતન આવી શકતા નથી. આ અંગે ધારાસભ્યએ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી અને વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણીને પત્ર લખી તાત્કાલિક યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.