ત્યારે યુનિવર્સિટી ટોપર કવિતા વિડજા જણાવે છે કે, તે માળીયા તાલુકાના નાના એવા સુલતાનપુર ગામના વતની છે અને તેના પિતાએ ખૂબ જ મહેનત કરી ખેતી કરીને તેને આ મુકામ સુધી પહોંચાડી છે. તેમજ ગૃહિણી માતાનો પણ તેને સારો એવી સહયોગ મળ્યો છે. 3 ભાઈ બહેન વાળા ખેડૂત પરિવારની દિકરીએ સમગ્ર યુનિવર્સિટીમાં ટોપ કરીને મોરબી તેમજ કોલેજનું ગૌરવ વધાર્યું છે.
અભ્યાસ સાથે કવિતા વિડજા 2 વર્ષથી ઇન્કમટેક્સ પ્રેક્ટીસ કરે છે અને અભ્યાસ કરીને તેમને ઇન્કમટેક્સ વિભાગમાં સેવા આપવાનું સ્વપ્ન સેવી રહી છે. ત્યારે વિદ્યાર્થીનીની આ સિદ્ધિ બદલ સંસ્થાના ટ્રસ્ટી, પ્રિન્સીપાલ તેમજ સ્ટાફ મિત્રોએ અભિનંદન પાઠવ્યા હતા.