ETV Bharat / state

અમરેલીના લિલિયામાં આંગણવાડી વર્કર બહેનોની 'સમાન કામ સમાન વેતન'ની માંગ, મામલતદાર કચેરીએ આપ્યું આવેદન

અમરેલીના લીલીયામાં આંગણવાડી વર્કર મહિલા બહેનોએ 'સમાન કામ સમાન વેતન' ના ધારા પ્રમાણે લીલીયા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું

અમરેલીના લીલીયામાં આંગણવાડી વર્કર બહેનોએ મામલતદાર કચેરીએ આવેદન પાઠવ્યું
અમરેલીના લીલીયામાં આંગણવાડી વર્કર બહેનોએ મામલતદાર કચેરીએ આવેદન પાઠવ્યું (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 3 hours ago

અમરેલી: જિલ્લાના લીલીયા વિસ્તારમાં આવેલ આંગણવાડી વર્કર મહિલા બહેનોએ 'સમાન કામ સમાન વેતન' ના ધારા પ્રમાણે લીલીયા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી.

અમરેલીના લીલીયામાં આંગણવાડી વર્કર બહેનોએ મામલતદાર કચેરીએ આવેદન પાઠવ્યું (Etv Bharat Gujarat)

આગણવાડી મહિલા વર્કરોએ આવેદન આપ્યું: અમરેલી સહિત 11 તાલુકાની આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોએ આવેદનપત્ર આપ્યું હતું. તાત્કાલિક ધોરણે નામદાર કોર્ટના હુકુમ અનુસાર વર્ગ 3 અને 4ના કર્મચારીમાં સમાવેશ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્ર પાઠવવા માટે આંગણવાડી મહિલા કાર્યકરો અને હેલ્પર બહેનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.

કોર્ટના હુકુમનો અમલ નથી થયો: આંગણવાડી કાર્યકર નયનાબેન ગરાણિયાએ જણાવ્યું કે, તેઓ પીપલવા ગામ ખાતે આંગણવાડી કાર્યકર તરીકે નોકરી કરે છે. વર્ષોથી 'સમાન કામ સમાન વેતન' માટે રજુઆત કરવામાં આવી છે. જિલ્લામાં આંગણવાડી મહિલાઓએ અનેક વખત આવેદનપત્ર આપ્યું છે. અનેક વખત ઉપવાસ કર્યા છે. તેમ છતા હજુ સુધી નામદાર કોર્ટ દ્વારા કરવામાં આવેલા હુકુમ મુજબ હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

આ પણ વાંચો:

  1. અમરેલીમાં કપાસના ભાવ કરતાં ચણાના ભાવમાં વધારો, ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો
  2. કસ્તુરીમાં બમ્પર કમાણી, અમરેલી પંથકના ખેડૂતે 1 વિઘામાં મેળવ્યું 10 ટન ડુંગળીનું ઉત્પાદન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.