અકસ્માતનો સીલસીલો યથાવત છે. જેમાં વાકાંનેર પાસે આવેલા ખેરવા ગામમાં બે એસ ટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અનેક મુસાફરો ધાયલ થયા હતાં. જેમાં ડ્રાઇવરને પણ ઇજા પહોંચી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બસનો કચ્ચરધાણ નીકળી ગયો હતો. જ્યારે તેમાં ફસાયેલા તમામ લોકોને બહાર કાઢી વધુ સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતાં. આ અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળ પર ઘસી આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર આ બસમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હતી જે તમામ વિદ્યાર્થીઓને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડેલ છે. આ ઘટનાને પગલે તંત્ર હાલમાં દોડતુ થઇ ગયું છે. ઉલ્લેખનિય છે કે નીતી નિયમોને છેવાડા પર મુકી અને એસ ટી બસ દોડતી હોય છે જેમાં ધણીવાર ડ્રાઇવરની પણ બેદરકારી સામે આવતી હોય છે જેથી કરીને તંત્ર એસ ટી બસને લઇને યોગ્ય પગલા ભરે તેવી લોક માગ ઉઠી રહી છે.
આ અકસ્માતમાં વિદ્યાર્થીઓ, મહિલાઓ અને બાળકો ગંભીર રીતે ધવાયા હતાં. હાલમાં ઇજાગ્રસ્તોની પ્રાથમીક સારવાર ચાલી રહી છે.