ETV Bharat / state

ટંકારામાં અનેક દુકાનોને નિશાન બનાવી ચોરી કરનારા બે ઝડપાયાં - મોરબી

મોરબીના ટંકારા પંથકમાં એકી સાથે સત્તર જેટલી દુકાનોમાં ચોરીની ઘટના બની હતી. જે બનાવ મામલે તપાસ ચલાવતાં એલસીબી ટીમે બે ઈસમોની ધરપકડ કરીને ચોરીનો મુદ્દામાલ રીકવર કર્યો છે. જયારે દુકાનોમાં ચોરી ઉપરાંત મોટર સાયકલ ચોરીના ગુનાનો પણ ભેદ ઉકેલાયો છે.

ટંકારામાં અનેક દુકાનોને નિશાન બનાવી ચોરી કરનાર બે ઝડપાયાં

author img

By

Published : Aug 31, 2020, 3:53 PM IST

મોરબીઃ ટંકારામાં લતીપર રોડ પર પાટીદાર ચેમ્બરમાં મોબાઈલ દુકાનો અને અન્ય દુકાનમાંથી મોબાઈલ, રોકડ રકમ સહિતની 1.95 લાખના મુદામાલની ચોરી તેમ જ સોસાયટીમાંથી એક મોટરસાયકલ ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. જે બનાવ મામલે એસ આર ઓદેસરાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી બી જાડેજાની ટીમ સઘન વોચ ગોઠવી હતી. ચોરીના મોબાઈલ ફોન વેચવા બે ઈસમો આવવાના હોવાની બાતમી મળતાં નવા બસ સ્ટેન્ડ પાસેથી આરોપી મૂકેશ મથુર માનસિંગ સંગાડા (ઉ.વ.૨૦) રહે મૂળ દાહોદ હાલ મોડપર ગામની સીમમાં અને પંકજ વીરસીંગ માલજી ડામોર (ઉ.વ.૨૨) રહે મૂળ દાહોદવાળાને ઝડપી લેવાયાં છે. જયારે અન્ય આરોપી કૈલેશ પેનો વસુંનીયા રહે દાહોદવાળાનું નામ ખુલ્યું છે.

ટંકારામાં અનેક દુકાનોને નિશાન બનાવી ચોરી કરનાર બે ઝડપાયાં
ટંકારામાં અનેક દુકાનોને નિશાન બનાવી ચોરી કરનાર બે ઝડપાયાં

બે ઇસમોને ઝડપી લઈને સઘન પૂછપરછ કરતાં આરોપીઓએ ટંકારા પંથકમાં થયેલ ચોરીની અને મોટરસાયકલ ચોરીની કબૂલાત આપી હતી. અને એલસીબી ટીમે આરોપીની ધરપકડ કરીને આરોપી પાસેથી વિવિધ કંપનીના 12 મોબાઈલ કીમત રૂ. 1.10.459, રોકડા 17,000 અને મોટરસાયકલ જીજે 03 એફએસ 0231 કીમત રૂ 20 હજાર સહિત કુલ રૂ. 1,47,459ની કીમતનો ચોરી થયેલ મુદ્દામાલ રીકવર કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.