મોરબીઃ જિલ્લામાં સવારથી મેઘસવારી જોવા મળી હતી અને સવારથી બપોર સુધીમાં મોરબી શહેરમાં ઝરમર વરસાદ વરસ્યો હતો, જયારે વાંકાનેર અને ટંકારામાં સારો વરસાદ થયો હતો અને બપોરે 12 સુધીમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો.
મોરબી જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ?
|
|
|
વાંકાનેર પંથકમાં રવિવારે સિંધાવદર, ખખાણા, કણકોટ, ખેરવા, ચંદ્રપુર, રાતીદેવડી, વઘાસીયા, ગારીયા, ગારીડા, જાલીડા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો હતો અને ટંકારા તાલુકાના હડમતીયા, લજાઈ, અમરાપર, જબલપુર, હરીપર અને નાના રામપર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો, તો વરસાદને પગલે ટંકારા તેમજ વાંકાનેર હાઈવે પાણી ભરાયા હતા.