મોરબીઃ ટંકારાની બંગાવડી નદી પરનો બંગાવડી ડેમ ઓવરફલો થતાં નદીમાં નવા નીર આવ્યા હતા. જેથી બંગાવડી ગામ નજીક પર આવેલા પુલ પર પાણી ફરી વાળ્યા હતા અને ધસમસતા પ્રવાહમાં પુલ તૂટી ગયો હતો. આ મામલે જિલ્લા પંચાયતના આર.એન્ડ બી વિભાગને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ટંકારાનો બંગાવડી ડેમ ઓવરફ્લો થતાં તેનું પાણી બંગાવડી ગામ પાસે આવેલા પુલ ઉપરથી ફરી વળ્યું હતું અને પાણીના ઘસમસતા પ્રવાહમાં પુલ તૂટી ગયો હતો. આ અંગે ગામના સરપંચ જીજ્ઞેશભાઈ દેત્રોજાએ જણાવ્યું કે, જિલ્લા પંચાયત હસ્તકનો આ પુલ તૂટી ગયો છે. જેથી પુલ તૂટવા અંગે જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના અધિકારીને જાણ કરવામાં આવી છે.
હાલ અહીંથી વાહનો પસાર થઈ શકે તેમ નથી. જેથી ધ્રોલ તરફ આવવા કે જવા માટે હવે વાહનચાલકોને 20 કિલોમીટર ફરવું પડશે.