મોરબીઃ શહેરમાં છેલ્લા 17 વર્ષથી ઘરમાં રામાપીરનું સ્થાનક ઉભું કરીને છેતરપિંડી કરતા ઢોંગી ભૂવાનો વિજ્ઞાન જાથાની ટીમે પર્દાફાશ કર્યો છે. આ ઘટનાની જાણકારી અરવિંદભાઈના વ્યક્તિએ વિજ્ઞાનજાથાના કાર્યાલયમાં આપી હતી, ત્યારબાદ વિજ્ઞાનજાથાની ટીમે પોલીસ સાથે ભૂવાના સ્થાને પહોંચી તેની અટકાયત કરી હતી.
મોરબીના અરવિંદભાઈ અને ભરત પરમારે વિજ્ઞાન જાથા કાર્યાલયમાં જણાવ્યું હતું કે, મોરબીના વજેપર વિસ્તારમાં ભૂવો બાબુ રાજા કણઝારીયા લોકોના દુઃખ દર્દ, રોગ મટાડવા અને સગાઇ લગ્ન જેવા કાર્યો કરવાનું પોતાના ઘરમાં રામાપીરનું સ્થાનક ઉભું કરી ધતિંગ કરે છે. તેમજ વિવિધ પૂજા કરવવાના નામે લોકો સાથે છેતરપિંડી કરે છે.
અરવિંદભાઈ સહિત અનેક લોકોએ આ ઘટનાની જાણ વિજ્ઞાન જાથાની ટીમને કરી હતી, ત્યારબાદ રાજકોટથી વિજ્ઞાન જાથા ટીમના જયંત પંડ્યા, વિનુભાઈ ઉપાધ્યાય, રામભાઈ આહીર સહિતની ટીમ પોલીસ મથકે પહોંચી પોલીસની મદદ માગી હતી.
પોલીસે સંપૂર્ણ ઘટનાનો તાગ મેળવીને વિજ્ઞાનજાથાની ટીમ સાથે વજેપર ભૂવાના સ્થાનકે પહોંચ્યા હતા. જ્યાં તેને સૌની સામે પાડીને તેનો ગુનો કબૂલાવ્યો હતો. તેમજ માંફી મંગાવી હતી.