બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી બી ડીવીઝન પોલીસે સિરામિક સીટીના ના I-6ના 7માં માળે બ્લોક નં 702 માં રહેતા રસીલાબેન રમેશભાઈ સોલંકીના ઘરમાં દરોડો કરતા 15 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો.
આ સાથે જ દારૂનો જથ્થો આરોપી ભરત સોમા બજાણીયાનું નામ પણ બહાર આવ્યુ છે. આરોપી ભરત કોળી મોરબી જિલ્લા ઠાકોર સેનાનો અગ્રણી છે અને ઠાકોર સેનાના કાર્યક્રમોના આયોજન પણ ભૂતકાળમાં તેમના દ્વારા કરવામાં આવ્યા હતા અને ઠાકોર સેનાના સુપ્રીમોએ ગુજરાતને નશામુક્ત બનાવવાનું અભિયાન ચલાવી બાદમાં તેઓએ રાજનીતિમાં ઝંપલાવ્યું હતું ત્યારે મોરબીમાં ઠાકોર સેનાનો અગ્રણી દારૂ વેચાણ કરતો હોય તેવા ઘટસ્ફોટથી ચકચાર મચી જવા પામી છે.
બી ડીવીઝન પોલીસના કિશોરદાન ગઢવીની બાતમીનેને આધારે બી ડીવીઝન પોલીસ મથકના પરેશભાઈ પરમાર, પી એમ. પરમાર, કે જી. ગઢવી અને કે ડી. ચાવડા તેમજ એ પી. જાડેજા સહિતની ટીમે દરોડો કર્યો હતો અને કાયદકીય કાર્યવાહી હાથ ધરી છે.