મોરબીઃ આજે રામનવમીનો પાવન અવસરેે સૌકોઈ રામનવમીના દિવસે ઉપવાસ કરીને આ પર્વની ઉજવણી કરતા હોય છે અને હિંદુ માટે રામનવમીનું પર્વ અનેરું મહત્વ ધરાવે છે, ત્યારે મોરબીના પ્રજાપતિ યુવાને ચોક સ્ટીકમાંથી ભગવાન શ્રીરામ, સીતાજી, લક્ષ્મણ અને હનુમાનજીની મૂર્તિઓ બનાવી છે.
પ્રજાપતિ કારીગરે 4 સેન્ટીમીટરની મૂર્તિઓ બનાવી છે. પ્રજાપતિ યુવાન અગાઉ ચોક સ્ટીક અને વિવિધ કૃતિઓ બનાવી ચૂક્યો છે. એટલું જ નહિ પરંતુ, તેની કલા કારીગરી અને કૃતિઓ અનેક પ્રદર્શનમાં પણ મોરબીનું ગૌરવ વધારી ચૂકી છે.