રોબીનહૂડ આર્મી સાથે જોડાયેલા નયનભાઈ સોલંકીની દીકરી સાક્ષીનો જન્મદિવસ હોય જે પ્રસંગે કેક કાપી કે હોટલમાં પાર્ટી કરવાને બદલે ઉજવણી ગરીબ ઝૂંપડપટ્ટીનાં બાળકો સાથે કરી હતી. ઉજવણીમાં ઝૂંપડપટ્ટીમાં વસતા 400થી વધુ બાળકોને ચોકોબાર વિતરણ કરીને ઉજવાયો હતો. મોરબીના ઘુનડા રોડ, નવલખી રોડ, મયુર પુલ, કેનાલ રોડ સહિતના વિસ્તારમાં ફરીને ચોકોબાર વિતરણ કરી ગરબી બાળકોના ચહેરા પર સ્મિત રેલાવી જન્મદિવસની સાર્થક ઉજવણી કરી હતી. આ પ્રસંગે રોબીનહૂડ આર્મીના સભ્યો પણ સાથે જોડાયા હતા.
અહીં ઉલ્લેખનીય છે કે, મોરબી ઓદ્યોગિક રીતે વિકસિત હોય સમૃદ્ધિની ઝાકમઝોળ વચ્ચે મોંઘીઘાટ બર્થ ડે પાર્ટી ઉજવવાનો ટ્રેન્ડ ચાલે છે, ત્યારે રોબીનહૂડ નામની સેવાભાવી સંસ્થા સાથે જોડાયેલા યુવાને દીકરીના જન્મદિવસની જરૂરિયાતમંદો સાથે ઉજવણી કરી હતી અને દીકરીને પણ સામાજિક જવાબદારીના સંસ્કાર નાની ઉંમરથી જ આપવાના પ્રયાસો કરાઈ રહ્યા છે, જે સરાહનીય છે.