મોરબીઃ રાજાશાહી વખતથી મોરબીની શાન અને ઓળખ બનેલો ઝૂલતો પુલ (Morbi Swinging Bridge) વર્ષો સુધી બંધ હાલતમાં રહ્યો હતો, ત્યારે ઐતિહાસિક ઝુલતા પુલમાં એકાદ કરોડ જેટલો ખર્ચ કરીને મોરબીના અજંતા ઓરેવા ગ્રુપે (Morbi Oreva Group) ઝુલતા પુલને પ્રજા માટે ખુલ્લો મુક્યો હતો. હાલ ઓરેવા ગ્રુપ પાસે ઝુલતા પુલની જવાબદારી છે. જે બે વર્ષ અગાઉ ઓરેવા ગ્રુપે ઝુલતા પુલની જવાબદારીમાંથી મુક્ત થવા કલેકટરને પત્ર લખ્યો હતો.
ઝૂલતા પુલને લઈને એગ્રીમેન્ટ ગોટાળે
ઝૂલતો પુલને લઈને કલેકટર કચેરી ખાતે જોઈન્ટ મીટીંગ પણ યોજવામાં આવી હતી, પરંતુ ટેમ્પરરી રીપેરીંગ કરીને ચાલુ રાખવો અને એગ્રીમેન્ટ પૂર્ણ થયા બાદ સંપૂર્ણ રીનોવેશન (Renovation of a Suspension Bridge in Morbi) કરવાના મુદે ચર્ચા થઇ હતી, પરંતુ એગ્રીમેન્ટ (Swinging Bridge Agreement) અંગેનો ડ્રાફ્ટ ઓરેવા ગ્રુપે નગરપાલિકાને જાન્યુઆરી 2020માં મોકલી આપેલ છતાં નવો એગ્રીમેન્ટ હજુ સુધી ઓરેવા ગ્રુપને મળ્યો નથી અને હાલ ઝુલતા પુલને સંપૂર્ણ રીનોવેટ કરવો પડે તેમ હોવાથી નવો એગ્રીમેન્ટ ના મળવાને પગલે રીનોવેશન થઇ શકતું નથી.
એજન્સી કામ કરવા નહિ માગે તો પાલિકા રીપેરીંગ કામ કરશે
મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા ઠરાવ કરવામાં આવ્યો હતો અને ભાવ વધારો ન આપવો તેવું એજન્સીને જણાવવામાં આવ્યું હતું તેમજ ભાવ વધારા સિવાય એજન્સી ચલાવવા માગતી હોય તો નગરપાલિકા દ્વારા એગ્રીમેન્ટ કરવો તેવો નિણર્ય પાલિકા દ્વારા લેવામાં આવ્યો છે. તો તે એજન્સી દ્વારા હાલમાં કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવી નથી. જેથી કોઈ આયોજન પાલિકા દ્વારા કરવામાં આવ્યું નથી. જો એજન્સી કામ કરવા ન માગતી હોય તો પાલિકા દ્વારા વહેલી તકે રીનોવેશની કામગીરી કરવા પણ પાલિકા એ તૈયારી દર્શાવી છે.
અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ તે એક સવાલ ?
મોરબીની શાન સમાન ઝુલતા પુલ વહેલી તકે રીપેર થાય અને મોરબીની શાન (History of the Swing Bridge in Morbi)સચવાય રહેત એ માટે તંત્ર વહેલી તકે રીપેરીંગ કામ કરે તેવી માંગ ઉઠી છે. તો પ્રવાસીઓ પણ પુલનું રીપેરીંગ થાય તો અકસ્માતનો ભય ના રહે તેવી આશા રાખી રહ્યા છે.
આ પણ વાંચોઃ Morbi police action:મોરબીમાં વિવિધ ગુનામાં સંડોવાયેલા પાંચ ગુનેગારોને જેલ હવાલે કરાયા