ETV Bharat / state

વાંકાનેરના મહારાજા દિગ્વિજયસિંહ ઝાલાનો દેહ પંચમહાભૂતમાં વિલીન થયો

વાંકાનેરનાં રાજવી ડૉ. દિગ્વિજય સિંહનું ટૂંકી બીમારી બાદ ગત રાત્રે નિધન થઈ જતાં રાજ પરિવાર શોકાતુર બન્યો હતો અને રણજીત વિલાસ પેલેસ ખાતેથી અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી.

વાંકાનેરના મહારાજા દિગ્વિજયસિંહ ઝાલાનો દેહ પંચમહાભૂતમાં વિલીન થયો
વાંકાનેરના મહારાજા દિગ્વિજયસિંહ ઝાલાનો દેહ પંચમહાભૂતમાં વિલીન થયો
author img

By

Published : Apr 5, 2021, 12:28 PM IST

  • અંતિમ યાત્રા રણજીત વિલાસ પેલેસ ખાતેથી નીકળી હતી
  • પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વાંકાનેરના રાજવીનું અવસાન થતા વાંકાનેર શોકમય
  • રાજવી પરંપરા અનુસાર ડૉ. દિગ્વિજય સિંહની અંતિમ વિધિ કરવામાં આવી

મોરબી: પૂર્વ કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન અને વાંકાનેરનાં રાજવી મહારાણા ડૉ. દિગ્વિજય સિંહ ઝાલાની અંતિમ યાત્રા રણજીત વિલાસ પેલેસ ખાતેથી નીકળી હતી. જેમાં રાજવીઓ અને ક્ષત્રિય સમાજનાના અગ્રણીઓ, શહેરીજનો હાજર રહ્યા હતા. સર અમરસિંહજીની પ્રતિમા (સ્ટેચ્યુ સર્કલ)ની પ્રદક્ષિણા કરાઈ હતી. રાજવી પરંપરા અનુસાર મહારાણા ડૉ. દિગ્વિજય સિંહની અંતિમ વિધિ કરવામાં આવી હતી.

દિગ્વિજયસિંહ કુશળ નેતા, પ્રજાપ્રેમી અને પ્રકૃતિ પ્રેમી હતા

દિગ્વિજયસિંહનો યુવરાજ તરીકે રાજયાભિષેક બાદ તેઓ વાંકાનેરના મહારાજા બન્યા હતા. દિગ્વિજયસિંહ ઝાલા ધારાસભ્ય તરીકે 1962-67, બીજી ટર્મ 1967-72 સુઘી રહ્યાં અને સુરેન્દ્રનગર જિલ્લાના સંસદ સભ્ય તરીકે 1980-84, બીજી ટર્મ 1984-89 સુધી રહ્યાં હતા. તેઓના માતા રમાકુમારીબા, તેઓના નાના ભાઈ રણજીતસિંહ જેઓ દિલ્હી ખુબ મોટી પદવી પર રહી ચૂક્યા છે. દિગ્વિજયસિંહને ત્રણ બહેનો પદમીનીબા (ભુજ), નીલમબા (ભાવનગર), મોહિનીબા(બીજાવાર, મધ્ય પ્રદેશ) છે. દિગ્વિજયસિંહ ઝાલાનું મોસાળ ડુંગરપુર રાજસ્થાન હતું. તેઓને એક પુત્ર યુવરાજ કેશરીદેવસિંહ ઝાલા જેઓ હાલ BJPમાં સક્રિય છે.

વાંકાનેરના મહારાજા દિગ્વિજયસિંહ ઝાલાનો દેહ પંચમહાભૂતમાં વિલીન થયો
વાંકાનેરના મહારાજા દિગ્વિજયસિંહ ઝાલાનો દેહ પંચમહાભૂતમાં વિલીન થયો

આ પણ વાંચો: ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન

કેસરીદેવસિંહનું મહારાણા તરીકે રાજતિલક થયું

દિગ્વિજયસિંહ ઝાલા ખુબ મિલનસાર સ્વભાવના અને પ્રકૃતિ પ્રેમી હતા. તેઓ ઘોડા રાખતા અને કેન્દ્રમાં પ્રથમ પર્યાવરણ પ્રધાન બન્યા હતા. તેઓ ખુબ વિદ્વાન હતા. બધી માહિતી લગભગ મોઢે રાખેને તેના કાર્યકરને નામ જોગ ઓળખતા હતા. વાંકાનેરનાં ગઢીયા ડુંગર પર બનેલા ભવ્યતાતિભવ્ય રણજિત વિલાસ પેલેસ ખાતે તેઓ રહેતા હતા. ભવ્ય પેલેસમાં ઘણાં ફિલ્મનાં શૂટિંગો થયાં છે. તેઓનું અવસાન થતા વાંકાનેરનાં નગરજનોમાં દુઃખની લાગણી ફેલાઈ ગઈ છે. મહારાજ દિગ્વિજયસિંહનું અવસાન થતા તેમના પુત્ર કેસરીદેવસિંહને મહારાણા બનાવવામાં આવ્યા હતા અને તેઓનું રાજતિલક પણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: બીકાનેરના મહારાજા સ્વર્ગસ્થ નરેન્દ્રસિંહના પત્ની પદમાકુમારીનું થયું નિધન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.