- મોરબીને મળ્યો 8 ટન લિક્વિડ ઓક્સિજન
- દુબઈના BAPS મંદિરે મોકલ્યો ઓક્સિજન
- મોરબીની ફેકટરીમાં 8 ટન ઓક્સિજન સ્ટોરેજ
મોરબીઃ જિલ્લામાં હાલમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે ત્યારે સ્વામિનારાયણ સંસ્થા પણ મોરબીના લોકોની સેવા કરવા આગળ આવી છે. મોરબીમાં ઓક્સિજનની અછત સર્જાતા દુબઈના BAPS મંદિરે મોરબી જિલ્લા માટે 8 ટન લિક્વિડ ઓક્સિજન મોકલ્યો હતો.
આ પણ વાંચોઃ ડીસામાં ઓક્સિજનની અછત વચ્ચે રાજુભાઈ શાહની અનોખી સેવા
મોરબી સિવિલ હોસ્પિટલમાં હવે ઓક્સીજન તંગી નહીં
મોરબી માટે 8 ટન ઓક્સિજન જથ્થો મળ્યો હોય ત્યારે આજે BAPS સ્વામિનારાયણ મંદિરના હરિસ્મરણ સ્વામી, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, અધિક કલેકટર કેતન જોષી સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં મોરબીના રાજપર રોડ પર આવેલ મારૂતિ એર પ્રોડક્શન ફેક્ટરીમાં 8 ટન ઓક્સિજન જથ્થો સ્ટોરેજ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ વિસનગરમાં સિવિલ હોસ્પિટલને 12,000 લીટરની ક્ષમતાવાળો ઓક્સિજન પ્લાન્ટ મળશે
જિલ્લાના લોકોએ ખુશી વ્યક્ત કરી
આ ઓક્સિજનનો જથ્થો મોરબી સિવિલ હોસ્પિટલમાં જરૂરિયાત મુજબ આપવામાં આવશે તેમજ જામનગરને પણ ઓક્સીજન જથ્થો ફાળવવામાં આવ્યો હતો તો ઓક્સીજન જથ્થો મળતા મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ખુશી વ્યક્ત કરી હતી અબુ ધાબીથી લીક્વીડ ઓક્સીજન જથ્થો ઉપલબ્ધ કરાવ્યો છે ત્યારે દર્દી નારાયણની સેવા માટે પહોંચાડ્યો હોય ત્યારે સંસ્થાનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.