- ટંકારામાં ખનીજચોરીની ઘટના
- ખનીજ વિભાગ ટીમે પાડ્યા દરોડા
- 7 શખ્સોની ધરપકડ
મોરબી: ટંકારાના ઘુનડા ગામની સીમમાં ખનીજ વિભાગને ગેરકાયદેસર ખનીજ ખનન થઈ રહ્યું હોવાની બાતમી મળતા ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
7 શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
મોરબી ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર અંકુર ભાદરકાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, ટંકારાના ઘુનડા ગામની સીમમાં કેટલાક ઈસમો સરકારી ખરાબાની જમીનમાંથી હાર્ડ મોરમ, મેટલ, ખનીજનું ગેરકાયદેસર ખનન કરતા હોવાની બાતમી મળતાં રેડ પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં 7 શખ્સોની ધરપકડ કરવાામાં આવી છે.
હાલ ટંકારા પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.