ETV Bharat / state

58 લાખનો નકલી રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો સુરત પોલીસે ઝડપી પાડ્યો

સૌરાષ્ટ્રના મોરબીથી 58 લાખ રૂપિયાની કિમતના 1,211 નકલી રેમડેસિવિર ઇન્જેકશનના કૌભાંડનો રેલો સુરતના ઓલપાડ તાલુકાનાં પિંજરત ગામ સુધી પહોંચ્યો હતો. મોરબી અને સુરત શહેર પોલીસે ઓલપાડના પિંજરત ગામે આવેલા એક ફાર્મ હાઉસમાંથી નકલી ઇન્જેકશન બનાવવાનો કાચો માલ પકડી પાડ્યો હતો. પોલીસે બે વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા.

surat
58 લાખનો નકલી રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો સુરત પોલીસે ઝડપી પાડ્યો
author img

By

Published : May 2, 2021, 10:04 AM IST

  • બારડોલીથી નકલી રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો મળી આવ્યો
  • 58 લાખના ઇન્જેક્શન પોલીસે જપ્ત કર્યા
  • કુલ 17 લાખથી ઉપરનો જથ્થો પોલીસે જપ્ત કર્યો

બારડોલી : શનિવારે સવારે મોરબીથી પોલીસે રૂપિયા 58 લાખની કિમતના 1,211 નંગ નકલી રેમડેસીવીર ઇન્જેકશન સાથે ચાર આરોપીને પકડી પાડ્યા હતા અને તેમની પાસેથી રૂપિયા 19 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા. આ આરોપીઓની પૂછપરછ કરતાં તેઓ આ જથ્થો અમદાવાદના જુહાપુરાના આશીફભાઈ પાસેથી લાવ્યા હોવાની હકીકત સામે આવી હતી. આથી મોરબી LCBની ટીમ નકલી ઇન્જેકશન બબાતે વધુ જાણકારી માટે અમદાવાદ રવાના થઈ હતી. જ્યાં જુહાપુરામાં રેડ કરી સપ્લાયર મહમદ આસીમ ઉર્ફે આસિફ તથા રમીઝ કાદરીવાળાના રહેણાક મકાનમાંથી ભેળસેળ યુક્ત નકલી રેમડેસીવીર એક ઇન્જેકશનની કિંમત 1,170 એમ રૂપિયા 56.16 લાખ તથા ઇન્જેકશન વેચાણના રોકડા રૂ. 17 લાખ 37 હજાર 700 થી વધુનો જથ્થો પકડી પાડ્યો હતો.

મોરબીથી અમદાવાદ અને ત્યાંથી ઓલપાડના પિંજરત સુધી પહોંચી તપાસ

અમદાવાદમાં પૂછપરછ દરમ્યાન આ જથ્થો સુરતના કૌશલ વોરા પાસેથી લાવ્યા હોવાનુ આરોપીઓએ જણાવતા તાત્કાલીક એક ટીમ સુરત ખાતે રવાના કરી હતી. કૌશલ વોરાની તપાસ કરતા આ જથ્થો સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના પીંજરત ગામે આવેલા એક ફાર્મ હાઉસ ખાતેથી લાવ્યા હોવાનું જણાવ્યું હતું. આ સંદર્ભે સુરત શહેર પોલીસના એ.સી.પી. આર.આર.સરવૈયાની મદદ લઇ ફાર્મ હાઉસ ખાતે રેઇડ કરતા કૌશલ મહેન્દ્રભાઇ વોરા તથા તેનો ભાગીદાર પુનિત ગુણવંતલાલ શાહ ફાર્મહાઉસમાં ડુપ્લીકેટ રેમડેસિવિર ઇન્જેક્શન બનાવવાની સામગ્રી સાથે ઝડપાઇ ગયા હતા.

આ પણ વાંચો : મોરબીમાં 58 લાખની કિંમતના નકલી રેમડેસીવીર ઇન્જેકશનના જથ્થા પર ગુજરાત પોલીસનો પંજો

અત્યાર સુધીમાં 5000 ઇન્જેકશનો બજારમાં વેચ્યા

આ ફાર્મહાઉસમાં આરોપીઓના કબ્જામાંથી રેમડેસિવિર ઇન્જેક્શનની આશરે 55,000 થી 58,000 કાચની બોટલો, બોટલ પર લગાવવાના 30,000 સ્ટીકરો, બોટલોને સીલ કરવાનુ મશીન વગેરે મળી આવ્યું હતું. આરોપીઓ આ બનાવટી ઇન્જેકશનમાં ગ્લુકોઝ અને મીઠુ ક્રશ કરીને નાખતા હોવાનુ પ્રાથમીક તપાસમાં બહાર આવ્યું છે. હાલમાં રેડની કામગીરી ચાલી રહી હોવાનું પોલીસે જણાવ્યુ હતું. પૂછપરછ દરમ્યાન અત્યારસુધીમાં 5000 જેટલા ઇન્જેક્શનનું વેચાણ કર્યું હોવાની હકીકત સામે આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.