હળવદના ચુપણી ગામે રૈયાભાઈ ભરવાડ અને ગેલાભાઈ ભરવાડ પડોશમાં રહે છે. તેમના મકાનની બાજુમાં સરકારી જમીન પર વાડો આવેલો છે. આ વાડાની માલિકી માટે રૈયાભાઈ ભરવાડ અને ગેલાભાઈ ભરવાડ વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. વાડો કોનો છે તે અંગે ચાલતી કાયમી વિવાદનું નિરાકરણ લાવવા માટે રૈયાભાઈએ ઉકળતા તેલમાં હાથ નાખીને સત્યના પારખા કરવાનો ઉપાય કર્યો હતો. ગેલાભાઈના પત્ની લક્ષમીબેને ઉકળતા તેલમાં હાથ નાખતા તેઓ દાઝી ગયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
હળવદ પોલીસે બંને પક્ષની અરજી લઈને વધુ તપાસ શરુ કરી છે. તો અંધશ્રદ્ધાના કિસ્સાને ચોતરફથી લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.