મોરબી ટંકારાના દેવડીયા ગામના રહેવાસી મયૂરભાઈ હરિભાઈ ભાલોડીયા નામના યુવાને દેવડીયા ગામ નજીક અવેક શ્રી કોટેક્ષ જીનીંગ ફેક્ટરીમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવની જાણ થતા ટંકારા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બનાવ મામલે ટંકારા પોલીસના વી આર વઘેરા પાસેથી વિગતો મુજબ મૃતક આર્થિક ભીંસમાં આવીને આવું પગલું ભર્યું હોવાનું લાગી રહ્યું છે.
ધંધામાં મોટી નુકસાની મયૂરભાઇને વ્યવસાયમાં 2 કરોડ રુપિયાની ખોટ આવી હતી. આ ઉપરાંત બેંકમાંથી ઓડિટ પણ આવવાનું હતું. જેને પગલે તેઓ ચિંતામાં હતાં. ટંકારા પોલીસે આત્મહત્યાના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.
આ પણ વાંચો વ્યાજખોરોએ ફરી એક પરિવારનો વિખેરી નાખ્યો માળો
32 વર્ષીય મયુરભાઇના લગ્ન 4 વર્ષ પૂર્વે થયા હતાં અને તેમને સંતાનમાં 10 માસનું બાળક છે. તેમની આત્મહત્યાને પગલે પરિવારમાં શોકનું મોજ ફરી વળ્યું છે.
આ પણ વાંચો શેઠના માનસિક ત્રાસથી મજૂર માણસ બાળકોને નિરાધાર કરતો ગયો
પંખા સાથે લટકી કરી આત્મહત્યા મયૂરભાઈ 30 ઓગસ્ટે ઘેરેથી ફેકટરીએ ગયા બાદ પરત આવ્યા ન હતાં. જેથી પરિવારજનોએ તેમની શોધખોળ કરતા તેમનો મૃતદેહ પંખા સાથે લટકતો મળી આવ્યો હતો. જેને પગલે મયૂરભાઇએ વ્યવસાયમાં આવેલી નુકસાનીને પગલે આત્મહત્યા કરી હોય તેવું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.