- માટેલીયા ધરામાં માજી બની આઈ ખોડલે પરચા આપ્યા છે
- માટેલ ધરાનું પાણી આજદિવસ સુધી કદી સુકાયું નથી
- દર વર્ષે વિશ્વભરમાંથી લોકો અહીં દર્શનાર્થે આવતા હોય છેમાટેલીયા ધરામાં માજી બની આઈ ખોડલે પરચા આપ્યા છે
મોરબીઃ વાંકાનેર તાલુકામાં માટેલ ગામ છે. અહીં ખોડિયાર માતા સહિત આવળ, બીજબાઈ અને સહિતના ત્રણ બહેનોના બેસણા છે. આ સિવાય જોગર, તોગર, ગોલાઈ, સોસાઈ લોકવાયકા પ્રમાણે મા ખોડિયાર ભાવનગરના રાજપરા ગામેથી માટેલ ધામ 1200 વર્ષ પહેલાં પધાર્યાં હતાં તેમ જ મા ખોડિયારનું સાચુ નામ જાનબાઈ હતું અને તેઓ ભાવનગર જિલ્લાના વલભીપૂર પાસેના રોહિશાળાના મૂળ વતની હતા.
ખોડિયાર માતાજીના મંદિરથી અનેક લોકોની આસ્થા જોડાયેલી છે
ખોડિયાર માતાજીના માતાનું નામ દેવલબા અને પિતાનું નામ મોમણિયા ચારણ હતું. મામણિયા ચારણ એ શિવભક્તિ કરી અને વાજિયા મેણું ભાગવા ઉપાસના કરી, જેમાં ભગવાન શિવે પ્રસન્ન થઈ મામણિયા ચારણને પાતાળ લોકની નગદેવતાની સાત પૂત્રી અને એક પૂત્ર જન્મ લેશે તેવું વરદાન આપ્યું અને દેવલબા મહા સુુદ આઠમના દિવસે આઠ પારણાં મુકતા આઠ દીકરી અને એક પૂત્રથી ભરાઈ ગયા, જેમાં સાત બહેનોના એકના એક ભાઈને ઝેરી સર્પે ડંખ આપ્યો, જેમાં સૂર્ય ઉગે એ પહેલાંથી પાતાળ રાજા પાસેથી અમૃત કુંભ લઈને આવે તો ભાઈનો જીવ બચી જાય. આથી જાનબાઈ આ અમૃત કુંભ લેવા ગયા અને આવતા આવતા સૂર્ય ડૂબવાનો સમય થઈ ગયો ત્યાં બીજા બહેન આવળમાં બોલ્યા કે જાનબાઈ ખોડાઈ તો નથી ગયાને ત્યાં જાનબાઈ કુંભ લઈને ઘરમાં પ્રવેશતાની સાથે જ જાનબાઈનો પગ ખોડાઈ ગયો ત્યાંથી જાનબાઈનું નામ ખોડિયાર પડ્યું હતું. મગરની સવારી કરી આવેલા ખોડિયાર માતાજીના અમૃત કુંભથી ભાઈ મેરખિયાનો જીવ બચી ગયો હતો.
માટેલિયા ધરામાં માજી બની આઈ ખોડલે પરચા આપ્યા છે
મા ખોડિયાર માટેલ ધામે વિશ્વમાંથી કરોડો અને લાખો શ્રદ્ધાળુઓ આવે છે, જ્યાં ચૈત્રી અને આસો નવરાત્રી અને અષાઢી બીજ ધામધૂમથી ઉજવાય છે તેમ જ માટેલ મંદિરમાં આવેલા ત્રિશૂલ દર વર્ષે એક ઈંચ જેટલું વધે છે. આ સાથે જ માટેલ મંદિરમાં આવેલ વરખડીનું વૃક્ષ પણ માતા ખોડિયારની પ્રતીતિ કરાવે છે તો માટેલ ગામે આવેલા માટેલિયો ધરો પણ લોકોમાં આસ્થા અને શ્રદ્ધાનું અનેરું પ્રતીક સમાન આધુનિક યુગમાં ગણવામા આવે છે, જેમાં આ માટેલિયા ઘરમાં ક્યારેય પાણી ખૂટતું નથી. આજે ખોડિયાર માતાજીના જન્મદિવસ પર ભક્તોમાં પણ ઉત્સાહ અને હર્ષની લાગણી જોવા મળી હતી, જેને લીધે ભક્તો મોડી રાત્રિથી જ દર્શનાર્થે આવ્યા છે તો માતા આઈ ખોડલને શણગાર કરવામાં આવ્યો છે.