ETV Bharat / state

મોરબીમાં પરમાણુ ઉર્જાની જાગૃતતા અંગે સેમીનાર યોજાયો - SP

મોરબીઃ પરમાણુ સહેલી તરીકે જાણીતા ડૉ.નીલમ ગોયલની અધ્યક્ષતામાં પરમાણુ ઉર્જાની જાગૃતતા અંગેનો સેમિનાર યોજાયો હતો. મોરબીના ટાઉન હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

mor
author img

By

Published : May 15, 2019, 9:09 AM IST

પરમાણુ સહેલીનું બિરુદ ધરાવતા ડૉ.નીલમ ગોયલ હાલ સૌરાષ્ટ્રમાં પરમાણુ ઉર્જા અંગે લોકોમાં જાગૃતતા લાવવા માટે વિવિધ સેમિનારો યોજી રહ્યાં છે. અગાઉ શાળાઓમાં પરમાણુ ઉર્જાની જાગૃતતા અંગેના કાર્યક્રમો યોજ્યા બાદ આજે મોરબીના ટાઉન હોલ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસવડા, અધિક કલેક્ટર ઉપરાંત મામલતદારો, જિલ્લાના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. ઉપરાંત મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ સહિતના હોદ્દેદારો અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યાં હતા. દરમિયાન પ્રોજેક્ટર ઉપર આ અંગેની વિશેષ સમજ પણ આપવામાં આવી હતી.

મોરબી ટાઉનહોલમાં પરમાણુ ઉર્જાની જાગૃતતા અંગે સેમિનાર યોજાયો

કાર્યક્રમમાં ડૉ.નીલમ ગોયલે દેશમાં પરમાણુ ઉર્જા કેટલી સસ્તી અને સુરક્ષીત છે તે સમજાવ્યું હતું. તેમજ પરમાણુ ઉર્જાથી મોરબીના સિરામીક ઉદ્યોગને થનાર ફાયદા અંગે સૌને માહિતગાર કર્યા હતા. તાજેતરમાં પ્રદૂષણને ધ્યાનમાં રાખી કોલગેસ પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે અને હાલ ગેસ પર ઉદ્યોગ નભે છે. ત્યારે આગામી સમયમાં પરમાણું ઉર્જા એકમાત્ર વિકલ્પ બની રહેશે તેમ તેઓએ જણાવ્યું હતું. આ ઉપરાંત પરમાણુ ઉર્જા અંગે લોકોમાં રહેલો ભય અને ગેરસમજણો દુક કરવા માટે તેઓ કાર્યરત હોવાનું પણ જણાવ્યું હતું.

R_GJ_MRB_06_14MAY_ATOMIC_ENERGY_SEMINAR_BITE_AVB_RAVI

R_GJ_MRB_06_14MAY_ATOMIC_ENERGY_SEMINAR_VISUAL_AVB_RAVI

R_GJ_MRB_06_14MAY_ATOMIC_ENERGY_SEMINAR_SCRIPT_AVB_RAVI

                પરમાણુ સહેલીનું બિરૂદ જેને પ્રાપ્ત થયું છે તે ડો. નીલમ ગોયલ હાલ સૌરાષ્ટ્રમાં પરમાણુ ઉર્જા અંગે લોકોમાં જાગૃતતા લાવવા માટે વિવિધ સેમિનારો યોજી રહી છે જેમાં અગાઉ શાળાઓમાં જાગૃતિ કાર્યક્રમ બાદ આજે મોરબીના ટાઉન હોલ ખાતે પરમાણુ ઉર્જા સેમીનાર યોજવામાં આવ્યું હતો જે સેમીનારમાં જીલ્લા કલેકટર આર જે માકડિયા, જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલા, અધિક કલેકટર કેતન જોષી તેમજ મામલતદારો, જીલ્લાના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા તે ઉપરાંત મોરબી સિરામિક એસોના પ્રમુખ નીલેશભાઈ જેતપરિયા સહિતના હોદેદારો અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહયા હતા સેમીનારમાં ડો. નીલમ ગોયલે દેશમાં પરમાણુ ઉર્જા કેટલી સસ્તી અને સુરક્ષિત છે તે સમજાવ્યું હતું તેમજ પરમાણુ ઉર્જાથી મોરબીના સિરામિક ઉદ્યોગને થનાર ફાયદોની માહિતી આપી હતી તાજેતરમાં કોલગેસ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે અને હાલ ગેસ પર ઉદ્યોગ નભે છે ત્યારે આગામી સમયમાં પરમાણુ ઉર્જા એકમાત્ર વિકલ્પ બની રહેશે તેમ જણાવ્યું હતું અને પરમાણુ ઉર્જા અંગેના ભય અને ગેર સમજણો દુર કરવા માટે તેઓ કાર્યરત હોવાનું પણ જણાવ્યું હતું

બાઈટ : ડો. નીલમ ગોયલ – વક્તા  

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩  

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.