- 2 ઇસમોએ કારચાલકને છરીની અણીએ રોક્યો
- 6.15 લાખ રૂપિયાની લૂંટ કરી ફરાર
- વાહન ગીરવે મુકીને 3 લાખ લાવ્યા હતા, ડુંગળી વેચીને 3.50 લાખ ભેગા કર્યા હતા
મોરબી: કચ્છના નખત્રાણાથી ગોંડલ કારમાં રોકડ રકમ લઈને જતા ઈસમને મોરબી (Morbi)ના સોખડા ગામના પાટિયા પાસે પિતૃકૃપા હોટલ પાસે 2 ઇસમોએ આંતરી લીધો હતો. છરી વડે હુમલો કરીને કારચાલક (Car Driver)ને રોક્યા બાદ છરીની અણીએ લૂંટ (Robbery)ને અંજામ આપવામાં આવ્યો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર, ભોગ બનનાર વ્યક્તિ પાસે 6.15 લાખની રોકડ રકમ હતી, જે ગોંડલ આપવા જતો હતો ત્યારે લૂંટનો બનાવ બન્યો હતો. 2 ઇસમો 6.15 લાખની લૂંટને અંજામ આપી ફરાર થયા હતા.
ડુંગળી ખરીદીનું પેમેન્ટ આપવા જતી વેળાએ યુવાન લૂંટાયો
ભુજના કોટડા ગામનો રહેવાસી જેસિંગ લધાભાઇ સોલંકી (ઉ.વ.અંદાજે 40) વાળાએ ગોંડલમાંથી ડુંગળી ખરીદી કરી હતી, જેનું પેમેન્ટ આપવાનું બાકી હોવાથી વાહન ગીરવે મુકીને ૩ લાખ મેળવ્યા હતા, તેમજ ડુંગળી વેચાણના 3.50 લાખ એમ 6.50 લાખની રકમ માંડ ભેગી કરી હતી. ત્યારે 6.15 લાખનું પેમેન્ટ બાકી હોવાથી નખત્રાણાથી ગોંડલ પેમેન્ટ આપવા જતી વેળાએ યુવાન લૂંટાયો હતો.
હાઈવે પર લુંટની જાણ થતા મોરબી તાલુકા પોલીસ દોડી આવી
હાઈવે પર લૂંટના બનાવની જાણ થતા મોરબી તાલુકા PI એમ.આર.ગોઢાણીયા સહિતની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને લૂંટના બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે. હાઈવે પર અગાઉ પણ લૂંટના બનાવો બન્યા છે, જેના કારણે વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે. અવાર-નવાર આવી ઘટનાઓ બનવાના કારણે પોલીસ પેટ્રોલિંગ સામે પણ આંગળીઓ ચિંધાઈ રહી છે. તો આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
આ પણ વાંચો: રાજકોટ બેડી યાર્ડમાં 60 હજાર મગફળીની ગુણ, 26 હજાર મણ કપાસની આવક નોંધાઇ
આ પણ વાંચો: અમદાવાદમાં સગા ભાભીએ પૈસાની લાલચમાં આવીને નણંદને દેહ વ્યપારમાં ધકેલી