હળવદના સુરવદર ખાતે 20 નવેમ્બર 2018ના રોજ ફરિયાદી નિતેશભાઈ જસમતભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે મૃત્યુ પામનાર અશોકભાઈ ત્રિભોવનભાઈ સુરાણીની દીકરી ખુશીની આરોપીના દીકરા અંકિતે 2 દિવસ પહેલા છેડતી કરી હોવાના કારણે જે બાબતે અશોકભાઇ દ્વારા આરોપીઓને ઠપકો આપવામાં આવ્યો હતો.આથી તે અંગેનું મનદુઃખ રાખી આરોપીઓએ એકસંપ કરી છાતીના ભાગે લાકડાના ધોકા વડે માર મારી ઈજા થતા મૃત્યુ થયુ હતું.
આ બનાવ અંગે હળવદ પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આરોપી જતીન મનસુખભાઈ દેસાઈની ધરપકડ કરી હતી.આરોપીએ મોરબીના ધારાશાસ્ત્રી દિલીપભાઈ અગેચણીયા મારફતે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી.બચાવ પક્ષના વકિલ દ્વારા દલીલ કરતા ગુજરાત હાઇકોર્ટે 10 હજારના શરતી જામીન મંજૂર કરી છોડવાનો હુકમ કર્યો હતો.