ETV Bharat / bharat

ઝારખંડ વિધાનસભાની 81 બેઠકોની ચૂંટણીનું આજે પરિણામ - VOTE COUNTING OF JHARKHAND ELECTION

ઝારખંડમાં હેમંત સોરેન પોતાની સત્તા ટકાવી રાખે છે કે, પછી ઝારખંડમાં સત્તા પરિવર્તન થશે તે આજે જાહેર થઈ રહેલા ચૂંટણી પરિણામોમાં ખબર પડશે.

ઝારખંડ વિધાનસભાની 81 બેઠકોની ચૂંટણીનું આજે પરિણામ
ઝારખંડ વિધાનસભાની 81 બેઠકોની ચૂંટણીનું આજે પરિણામ (Etv bharat Graphics team)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 23, 2024, 6:06 AM IST

રાંચી: 20મી નવેમ્બરે મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીનું મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી. ત્યારે આજે મહારાષ્ટ્રની સાથે ઝારખંડ વિધાનસભાની ચૂંટણીનું પરિણામ પણ જાહેર થઈ રહ્યું છે. ઝારખંડ વિધાનસભામાં કુલ 81 બેઠકો છે. આથી, ઝારખંડમાં સરકાર બનાવવા માટે 41 બેઠકોની જરૂર પડશે.

આજે ઝારખંડનું રાજકીય ભવિષ્ય ખુલશે

ઝારખંડ વિધાનસભાની કુલ 81 બેઠકો પર બે તબક્કામા મતદાન યોજાયું હતું. આજે 23 નવેમ્બરે રાજ્યના તમામ જિલ્લાના મુખ્યાલયોના મતગણતરી કેન્દ્રોના 81 રૂમમાં લગાવવામાં આવેલા ટેબલો ઝારખંડનું ભવિષ્ય નક્કી કરવામાં આવશે. ચૂંટણી પંચે મત ગણતરી માટે વ્યાપક વ્યવસ્થા કરી છે. સૌ પ્રથમ, પોસ્ટલ બેલેટની ગણતરી સવારે 8 વાગ્યે થશે, જે વિવિધ વિધાનસભા મતવિસ્તારોમાં ઘણા રાઉન્ડમાં થશે. ત્યાર બાદ ઈવીએમમાં ​​પડેલા મતોની ગણતરી કરવામાં આવશે. સવારે 9.30 વાગ્યાથી ચૂંટણી પરિણામોના પ્રથમ ટ્રેન્ડ આવવાનું શરૂ થશે.

બે તબક્કામાં થયું હતું મતદાન

મુખ્ય ચૂંટણી અધિકારી કે.રવિ કુમારના જણાવ્યા અનુસાર, બંને તબક્કામાં મતદાનની ટકાવારી 67.74 હતી. મતદાનમાં પુરૂષો કરતાં મહિલા મતદારોએ વધુ મતદાન કર્યું છે. આ સાથે જ શહેરના મતદારોની સરખામણીએ ગ્રામીણ મતદારો મતદાનમાં પણ આગળ રહ્યા હતાં. તેમણે કહ્યું કે આ વખતે ભારતના ચૂંટણી પંચનું ધ્યાન સમાજના હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોને પણ મતદાન પ્રણાલીનો ભાગ બનાવવાનું છે. આ અંતર્ગત જંગલો અને પહાડોમાં વસતા છેવાડાના વિસ્તારોથી લઈને એકાંતમાં રહેતા રક્તપિત્ત પીડિતોને આયોજનબદ્ધ રીતે મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.

મતગણતરીને લઈને ચૂંટણી પંચની તૈયારી

શનિવારે એટલે કે આજે 23મી નવેમ્બરે યોજાનારી ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મતગણતરી માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ અંતર્ગત બોકારો વિધાનસભા ક્ષેત્રમાં સૌથી વધુ મતગણતરી ટેબલ બનાવવામાં આવી છે. જેમાં 25 ટેબલ પર 24 રાઉન્ડમાં મત ગણતરી પૂર્ણ થશે. એ જ રીતે રાજમહેલમાં 20, બોરિયોમાં 20, બરહેટમાં 20, લિટ્ટીપાડામાં 14, પાકુડમાં 20, મહેશપુરમાં 16, શિકારીપાડામાં 19, દુમકામાં 21, જામામાં 20, જરમુંડીમાં 22, નાલામાં 24, જામતાડામાં 19 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવશે.

મધુપુરમાં 23 રાઉન્ડમાં મતગણતરી થશે. સારઠમાં 18, દેવઘરમાં 22, પોડૈયાહાટમાં 24, ગોડ્ડામાં 25, મહાગામામાં 23, કોડરમામાં 22, બરકાથામાં 23, બરહીમાં 20, માંડૂમાં 21, હજારીબાગમાં 21, બરકાગાંવમાં 23, રામગઢમાં 21, સિમરિયામાં 24, ચતરામાં 27, ધનબાદમાં 24, બગોદરમાં 23 રાઉન્ડમાં મતગણતરી થશે. જમુઆમાં 23, ગાંડેમાં 21, ગિરિડીહમાં 21, ડુમરીમાં 21, ગોમિયામાં 18, બેરમોમાં 18, બોકારોમાં 24, ચંદનકિયારીમાં 15, સિંદરીમાં 20 રાઉન્ડમાં મતગણતરી થશે. નીરસામાં 20, ધનબાદમાં 20, ઝરિયામાં 17, ટુંડીમાં 19, બાઘમારામાં 19, બહરાગોડામાં 19, ઘાટશિલામાં 20, પોટકામાં 21, જુગસલાઈમાં 20, જમશેદપુર પૂર્વમાં 21 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે. આ જ રીતે જમશેદપુર પશ્ચિમમાં 22 રાઉન્ડમાં, ઈચ્છાગઢમાં 17, સરાઈકેલામાં 15, ખરસાનવામાં 15, ચાઈબાસામાં 21, મઝગાંવમાં 20, જગન્નાથપુરમાં 17, મનોહરપુરમાં 19, ચક્રધરપુરમાં 17, તખપરમાં 19 રાઉન્ડમાં મતગણતરી થશે.

  1. Poll of Polls: એક્ઝિટ પોલ અનુસાર મહારાષ્ટ્રમાં કાંટાની ટક્કર, ઝારખંડમાં NDA માટે સારા સમાચાર!
  2. Jharkhand assembly election 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, સાંજે 5 વાગ્યા સુધી 67.59% મતદાન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.