નવસારી: પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું ખૂબ જ મહત્વ રહેલું છે. પ્રાચીન સમયમાં ભારતીયો વાજપેય યજ્ઞ, અશ્વમેઘ યજ્ઞ જેવા મોટા યજ્ઞો થતા હતા, તે સમયે આવા મોટા યજ્ઞોનું આયોજન જેતે સમયે રાજા મહારાજો દ્વારા કરવામાં આવતું હતું. વૈદિક કાળમાં થતા યજ્ઞો આજે પણ ભારતીય સનાતન ધર્મમાં થતા જોવા મળે છે. ત્યારે નવસારી શહેરના સામાજિક અગ્રણી લાલવાણી પરિવાર દ્વારા સિસોદ્રા-કછોલ રોડ ખાતે અતિરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
અતિરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ: નવસારી શહેરમાં કૌશલ્યાબેન પ્રભુમાલ લાલવાણી ટ્રસ્ટ દ્વારા 21 થી 25 નવેમ્બર સુધી અતિરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. લાલવાણી પરિવાર દ્વારા નવસારી જિલ્લા સહિત ભારત દેશના સુખાકારી માટે અતિરુદ્ર યજ્ઞ યોજવામાં આવ્યો છે. આ યજ્ઞમાં કથાકાર મોરારિબાપુની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. દેશભરમાંથી ઐતહાસિક 27 નદીઓનું જળ એકત્રિત કરવામાં આવ્યું હતું. જે પવિત્ર જળનો મોરારી બાપુના હસ્તે શ્રી નર્મદેશ્વર મહાદેવના શિવલિંગનો જળાભિષેક કર્યો હતો.
મોરારીબાપુ યજ્ઞમાં હાજર રહ્યા: આ અતિરુદ્ર યજ્ઞમાં કથાકાર મોરારીબાપુએ યજ્ઞમાં આહુતિ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. મોરારીબાપુએ નવસારીજનોને યજ્ઞ અર્થે આશીર્વચન આપ્યા હતા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હિન્દુ સંસ્કૃતિમાં 3 પ્રકારના યજ્ઞ હોય છે. જેમાં આ અલૌકિક યજ્ઞ નવસારીમાં કરવામાં આવ્યો છે. આ યજ્ઞ માત્ર ધાર્મિક અનુષ્ઠાન સાથે પર્યાવરણનું પણ રક્ષણ કરે છે.
આ મહાયજ્ઞમાં કયા દેવનું પૂજન થાય?: અતિરુદ્ર મહાયજ્ઞથી ભગવાન શિવને પ્રસન્ન કરવામાં આવે છે. આ હોમમાં 14.641 હોમમાંથી એક છે. આ યજ્ઞમાં 169 મંત્રો એક રુદ્રાવતાર છે. સંસ્કૃતમાં રુદ્રમંત્રનો પાઠ કરીને સકારાત્મક ઉર્જાનો વિકાસ કરવાની અને પ્રાર્થના કરવાની એક પદ્ધતિ છે.
અતિરુદ્ર યજ્ઞનું શું છે મહત્વ: અતિ રુદ્ર મહાયજ્ઞ એ એક હિન્દુ ધાર્મિક વિધિ છે, જેનું વૈદિક સંસ્કૃતિમાં ખૂબ મહત્વ છે. આ ખાસ કરીને ભગવાન શિવને સમર્પિત છે અને સમગ્ર સમૃદ્ધિ, આધ્યાત્મિક વિકાસ અને નકારાત્મક શક્તિઓના શુદ્ધિકરણ માટે તેમના આશીર્વાદ મેળવવા માટે કરવામાં આવે છે. આ યજ્ઞ એ લોકો માટે તેમની કૃતજ્ઞતા દર્શાવવાનો અને દૈવી આશીર્વાદ મેળવવાનો એક માર્ગ છે.
આ પણ વાંચો: