ETV Bharat / bharat

મહારાષ્ટ્રમાં કોણ મારશે બાજી ? આજે 288 વિધાનસભા બેઠકનું પરિણામ, 4100થી વધુ ઉમેદવારોના ભાવિનો ફેંસલો - MAHARASHTRA ASSEMBLY ELECTIONS

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ રહ્યું છે, સવારે 8 વાગ્યાથી ચૂંટણીના પરિણામો આવવાનું શરૂ થશે અને તેની સાથે 288 ઉમેદવારોના ભાવિનો ફેંસલો આવશે.

મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકનું પરિણામ
મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકનું પરિણામ (Etv Bharat Graphics Team)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 23, 2024, 6:02 AM IST

મુંબઈ: આજે મહારાષ્ટ્રની તમામ 288 વિધાનસભા બેઠકોનું પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. સૌથી પહેલાં બેલેટ પેપરના મત ગણવામાં આવશે, ત્યાર બાદ ઈવીએમના મતની ગણતરી કરવામાં આવશે. સૌથી પહેલાં રૂઝાન આવવાનું શરૂ થશે અને ત્યાર બાદ પરિણામમાં પરિવર્તિત થશે. મહારાષ્ટ્રના ચૂંટણી પરીણામો ચૂંટણી પંચની વેબસાઈટ results.eci.gov.in પર જોઈ શકાશે.

આશરે 65 ટકા જેટલું મતદાન

ગત બુધવારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં અંદાજિત 65 ટકા મતદાન થયું હતું. સત્તાધારી ભાજપની આગેવાની હેઠળનું મહાયુતિ ગઠબંધન સત્તા જાળવી રાખવા માટે સખત પ્રયાસ કરી રહ્યું છે. વિપક્ષ મહાવિકાસ અઘાડી (MVA) ગઠબંધન 2024 લોકસભા ચૂંટણીમાં તેના ઉમદા પ્રદર્શનને યથાવત રાખવાની આશા રાખી રહ્યું છે.

4100થી વધુ ઉમેદવારોના ભાવિનો ફેંસલો

શાહરૂખ ખાન, સલમાન ખાન, અક્ષય કુમાર અને રણબીર કપૂર સહિત અનેક બોલીવુડ હસ્તીઓએ મતદાન કર્યુ હતું. મહારાષ્ટ્રની તમામ 288 વિધાનસભા બેઠકનું આજે સવારે 7 વાગ્યાથી પરિણામ આવવાનું શરૂ થશે. મહારાષ્ટ્રની જનતાએ 1 લાખથી વધુ બુથ પર 4100થી વધુ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે.

મહારાષ્ટ્રનો મહાજંગ: મહત્વપૂર્ણ છે કે, મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાગઠબંધનમાં ભાજપે 149 બેઠકો પર, શિવસેનાએ 81 બેઠકો પર અને અજિત પવારની આગેવાની હેઠળની NCPએ 59 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જ્યારે વિપક્ષી MVA ગઠબંધનમાં, કોંગ્રેસે 101 ઉમેદવારો, શિવસેના (UBT) 95 અને NCP (SP) 86 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. આ ઉપરાંત બહુજન સમાજ પાર્ટી અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદ-ઉલ-મુસ્લિમીન (AIMIM) જેવા પક્ષોએ પણ ચૂંટણી લડી હતી. BSPએ 237 અને AIMIMએ 17 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. એમવીએ ગઠબંધને આ વર્ષની લોકસભા ચૂંટણીમાં રાજ્યની 48માંથી 30 બેઠકો જીતીને સારું પ્રદર્શન કર્યું હતું.

  1. મહારાષ્ટ્ર ચૂંટણી: સાંજે 5 વાગ્યા સુધી 58.22 ટકા મતદાન, બીડમાં પોલિંગ બૂથ પર હુમલો, EVM અને VVPATમાં તોડફોડ
  2. મહારાષ્ટ્ર ચૂંટણી: વિરારમાં હંગામો, BJP પર પૈસા વહેંચવાનો આરોપ, BVA બોલી- 5 કરોડ રૂપિયા વહેંચી રહ્યા હતા તાવડે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.