મોરબી: જિલ્લામાં મેઘો મહેરબાન થયો હતો અને આઠમના દિવસથી સતત 2 દિવસ સુધી મેઘ મહેરને પગલે શહેરમાં પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત જિલ્લામાં અનેક સ્થળે પાણી ભરાયા હતા.
જેમાં બુધવારથી ગુરુવારે સવાર સુધીમાં મોરબી જિલ્લામાં સવારથી સાંજે 6 સુધીમાં મોરબીમાં ત્રણ ઇંચ, હળવદ 25 મીમી, ટંકારા 74 મીમી, વાંકાનેરમાં 25 મીમી અને માળીયામાં 5 મીમી વરસાદ નોંધાયો હતો.