મોરબી: મોરબી જિલ્લામાં સતત બીજા દિવસે મેઘ સવારી આવી પહોચી હતી. દિવસ દરમિયાન ગરમીના ઉકળાટ બાદ મોડી સાંજના વરસાદ શરુ થયો હતો. વરસાદ વરસતા રોડ પર પાણી ભરાઈ ગયા હતાં. રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી.
મોરબી જિલ્લામાં અને શહેરમાં સતત બીજ દિવસે મેઘરાજાએ બેટિંગ ચાલુ રાખી હતી. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા વરસાદમાં મોરબી 16 એમએમ, ટંકારા 3 એમએમ, વાંકાનેર 4 એમએમ વરસાદ નોંધાયો હતો. માળિયા અને હળવદ પંથકમાં વરસાદ નોંધાયો નહતો.