બનાવની મળતી વિગત મુજબ, વાંકાનેરના ચંદ્રપુર રહેતા મામદ સાજીભાઈ શેરસીયા (ઉ.૭૦) વાંકાનેર હાઈવે પર આવેલ મુબીન ઓટો નામના શો-રૂમમાં ચોકીદાર તરીકે નોકરી કરે છે. ત્યારે મંગળવાર રાત્રીના મામદ શો-રૂમમાં હતા ત્યારે મોડી રાત્રીના પાછળના ભાગમાંથી દીવાલ કુદીને ચાર શખ્સોએ ચોરી કરી હતી.
જયારે 1 શખ્સે 2 ગોદડાનો ડૂચો મારીને ઉપર ચડી જઈ માર માર્યો હતો, મામદ છોડાવવાની કોશિષ કરતા લુંટ કરવા આવેલ શખ્સોએ હથોડીથી પગની પિંડીમાં માર્યુ, તેમજ 4 માંથી 1 શખ્સે મામદનો મોબાઈલ કીમત રૂ.500 , મોટર સાઈકલની ચાવી, રોકડા 10,600 અને શોરૂમના તાળાં તોડી 4 શખ્સો શોરૂમની પાછળની દિવાલ કૂદીને ભાગી ગયાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાવી છે. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકના PSI પી.સી. મોલીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.