ETV Bharat / state

મોરબીમાં પોસ્ટ કોવિડ મ્યુકર માઈકોસીસના કેસ વધ્યા, એકપણ મૃત્યુ નહિ - mucormycosis

કોરોના મહામારી બાદ હવે મ્યુકર માઈકોસીસ રોગચાળાનો કહેર જોવા મળી રહ્યો છે. કોરોનાની સારવાર લઈને સ્વસ્થ થયેલા દર્દીઓમાં આ રોગ લાગુ પડી રહ્યો છે, ત્યારે મોરબીમાં શું છે આ રોગની સ્થિતિ. મોરબીમાં મ્યુકર માઈકોસીસ જીવલેણ સાબિત થયો છે કે કેમ તે અંગે સરકારી અને ખાનગી તબીબો પાસેથી વિગતો મેળવવામાં આવી હતી.

મોરબીમાં પોસ્ટ કોવિડ મ્યુકર માઈકોસીસના કેસ વધ્યા, એકપણ મૃત્યુ નહિ

author img

By

Published : May 14, 2021, 2:28 PM IST

  • મોરબીમાં 500 જેટલા કેસો નોંધાયા છે
  • સરકારની ગાઈડલાઈન પ્રમાણે મેડીકલ કોલેજ હોય ત્યાં જ વોર્ડ કાર્યરત કરવાનો રહે છે
  • મોરબીમાં હજુ સુધી આ રોગથી મોત થયાનું ધ્યાનમાં આવ્યું નથી

મોરબીઃ પોસ્ટ કોવિડ તરીકે ઓળખાતા મ્યુકર માઈકોસીસ રોગચાળાએ દેખા દીધી છે. જે અંગે મોરબી આરોગ્ય વિભાગના અધિકારી ડો.સી.એલ.વારેવાડિયાએ જણાવ્યું હતું કે, કોરોનાના દર્દીઓની સારવાર બાદ આ રોગ લાગુ પડી રહ્યો છે. ખાસ કરીને એવા દર્દીઓ જેને સુગર-ડાયાબીટીસની બીમારી હોય તેવા દર્દીઓ આ રોગનો ભોગ બને છે, તો મોરબી સિવિલના RMO ડો.સરડવા જણાવે છે કે, સરકારની ગાઈડલાઈન પ્રમાણે મેડીકલ કોલેજ હોય ત્યાં જ વોર્ડ કાર્યરત કરવાનો રહે છે.

આ પણ વાંચોઃ વડોદરામાં મ્યુકોર માઇકોસીસના દર્દીઓની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં

મોરબીમાં મેડીકલ કોલેજ ના હોવાથી વોર્ડ કાર્યરત નથી

મોરબીમાં મેડીકલ કોલેજ હજુ કાર્યરત થઇ નથી, જેથી વોર્ડ બન્યો નથી અને દર્દીઓ રાજકોટ સારવાર લે છે. મોરબીમાં હજુ સુધી કોઈ દર્દીનું મૃત્યુ થયાનું ધ્યાનમાં ના આવ્યું હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ વડોદરાઃ કોરોનાના કહેર વચ્ચે મ્યુકોર માઈકોસીસ રોગના દર્દીઓ સામે આવતા આરોગ્ય તંત્ર બન્યું સાબદુ

મોરબીના મોટાભાગના દર્દીઓ રાજકોટ જઇ સારવાર લઇ રહ્યા છે

મોરબીમાં ખાનગી પ્રેક્ટીસ કરતા ENT સ્પેશ્યાલિસ્ટ ડો. પ્રેયસ પંડ્યાએ જણાવ્યું હતું કે, મોરબીના મોટાભાગના દર્દીઓ રાજકોટ જઇ સારવાર લઇ રહ્યા છે. મોરબીમાં 500 જેટલા દર્દીઓ ભોગ બન્યા હોય તેવો અંદાજ છે. મોરબીમાં હજુ સુધી આ રોગથી મોત થયાનું ધ્યાનમાં આવ્યું નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.