ETV Bharat / state

હળવદ : ફોટા વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ કરનારા આરોપી સામે પોલીસ ફરિયાદ - વાયરલ

મોરબીમાં હળવદના એક ગ્રામ્ય વિસ્તારમાં દુષ્કર્મની ઘટના સામે આવી હતી. મોરબીનો વિશાલ પ્રવીણભાઈ એરવાડિયા નામનો યુવક યુવતીનો ફોટો પાડી વારંવાર તેને વાયરલ કરવાની ધમકી આપી તેની સાથે દુષ્કર્મ કરતો હતો. યુવતીએ આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જોકે, આ યુવકે દુષ્કર્મનો પણ વીડિયો બનાવી લીધો હતો અને વારંવાર યુવતીને બ્લેકમેલ કરતો હતો. છેવટે યુવતીએ કંટાળીને આરોપી યુવક વિશાલ પ્રવીણભાઈ એરવાડિયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

હળવદમાં ફોટા વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ કરનારા આરોપી સામે પોલીસ ફરિયાદ

author img

By

Published : Dec 26, 2020, 7:15 PM IST

  • મોરબીમાં યુવતી સાથે દુષ્કર્મ કરનારા આરોપી સામે ફરિયાદ
  • આરોપી યુવતીના ફોટા વાયરલ કરવાની આપતો હતો ધમકી
  • પોલીસે આરોપી વિશાલ પ્રવીણભાઈ એરવાડિયા સામે નોંધી ફરિયાદ

મોરબીઃ હળવદના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતીએ આરોપી વિશાલ પ્રવીણભાઈ એરવાડિયા નામના યુવક સામે દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, આ અગાઉ ધોરણ 12માં અભ્યાસ કરતી હતી તે સમયે તેની જ સાથે અભ્યાસ કરતા વિશાલે ધોરણ 12ના વિદાય સમારંભ વખતે પોતાના મોબાઈલમાં યુવતીનો ફોટો પાડ્યો હતો. ફોટો વાંધાજનક ન હતો પણ આ વિશાલે ફોટાનું એડિટિંગ કરીને તેને બીભત્સ બનાવીને આ ફોટો વાયરલ કરવાની ધમકી આપતો હતો. યુવતી જ્યાં જાય ત્યાં તેનો પીછો કરીને તેને બ્લેકમેલ કરતો હતો. યુવકે ફેબ્રુઆરીમાં યુવતીનું યૌન શોષણ કર્યું હતું.

વિશાલ વીડિયો અને રેકોર્ડિંગ વાયરલ કરી દેવાની વારંવાર આપતો હતો ધમકી

યુવાન આ રીતે બ્લેકમેલ કરીને યુવતીને શરીર સબંધ બાંધવા મજબૂર કરતો હતો. આથી યુવતી તેનાથી કંટાળી આત્મહત્યા કરવાનું પણ વિચારી લીધું હતું, પરંતુ વિશાલ તેનો કેડો મુકતો ન હતો. યુવતી જ્યાં નોકરી કરતી હતી ત્યાં પણ ફોન કરીને હું જ્યાં કહું ત્યાં તારે ફરવા આવવું પડશે નહીંતર તારી સાથેની અંગત પળોનો વીડિયો અને રેકોર્ડિંગ વાયરલ કરી દઈશ તેવી ધમકી આપીને વિશાલ તેની સાથે શરીર સબંધ બાંધતો હતો. આથી અંતે યુવતીએ તાબે ન થવાનું નક્કી કર્યું હતું. એટલે વિશાલ વધુ ઉશ્કેરાયો હતો અને તેના ઘરે જઈ દારૂ પીને ધમાલ મચાવી હતી. જોકે, તે સમયે યુવતીએ છેડતીની ફરિયાદ નોંધાવી હતી અને હવે હિંમત એકઠી કરીને દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.