મોરબીઃ માળિયા પીએસઆઈ જી. વી. વાણીયાની ટીમના મનસુખભાઈ મંઢને બાતમી મળી હતી કે, હળવદ માળિયા હાઈવે પરથી દારૂ ભરેલો ટ્રક પસાર થવાની છે. આ બાતમીને આધારે ટીમના જે. કે. ઝાલા, વિપુલ ફૂલતરીયા, વિજય દાન ગઢવી, આશિષ રેહન, ખાલીદ ખાન સહિતની ટીમ પેટ્રોલિંગ દરમિયાન અણીયારી ટોલનાકા પાસેથી પસાર થતા આઈસરને આંતરી તલાશી લેતા ટ્રકમાંથી ઈંગ્લીશ દારૂ અને બિયરનો જંગી જથ્થો મળી આવ્યો હતો.
આ મુદ્દામાલ કબ્જે લઈને પોલીસે ગણતરી કરતા વિદેશી દારૂની વિવિધ બ્રાંડની બોટલ નંગ 2,568 કિંમત રૂપિયા 7,70,400, દારૂની બોટલ નંગ 300 કિંમત રૂપિયા 1,20,000, સફેદ દારૂની બોટલ નંગ 444 કિંમત રૂપિયા 1,77,600 અને બોટલ નંગ 4,560 કિંમત રૂપિયા 4,56,000 અને બિયર નંગ 2832 કિંમત રૂ 2,83,200 તેમજ આઈસર ટ્રક કિમત રૂપિયા 10 લાખ સહીત કુલ રૂ 28,12,700ની કિમતનો મુદ્દમાલ જપ્ત કર્યો છે. ટ્રકમાં સવાર આરોપી જગદીશકુમાર શ્રીરામમહેરસિંગ ખાતીજ (રહેવાસી) દિલ્હી અને સંતોષ શ્રીપાલસિંગ રાજપૂત (રહેવાસી યુપી) એમ બે ઈસમોને ઝડપી લેવામાં આવ્યા છે. તેમજ દારૂનો જથ્થો કોને મંગાવ્યો હતો અને ક્યાં મોકલવાનો હતો. તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.