ETV Bharat / state

મોરબી દુર્ઘટનામાં પોલીસ બની દેવદૂત, રેસ્ક્યુ કામગીરીના વીડિયો સામે આવ્યા

મોરબીમાં રવિવારે ઝુલતો પુલ તૂટી (Morbi Bridge Collapse) પડવાથી 136 લોકોના મૃત્યુ થયા છે. અને 200થી વધુ લોકોને બચાવી લેવાયા છે. આ બચાવ કામગીરીમાં મોરબી પોલીસે જાનની પરવા કર્યા વગર મચ્છુ નદીમાં કૂદી પડી હતી, અને અનેક લોકોની જિંદગી બચાવી (Police become Life Savier for People) હતી. પોલીસે કેવી રીતે નદીમાંથી બચાવ્યા છે, તેનો વિડીયો જૂઓ.

મોરબી દુર્ઘટનામાં પોલીસ બની દેવદૂત, પોલીસે રેસ્ક્યુની કામગીરીનો જૂઓ વિડીયો

author img

By

Published : Nov 2, 2022, 6:42 PM IST

Updated : Nov 2, 2022, 7:01 PM IST

મોરબી મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનાથી (Morbi Hanging Bridge tragedy) સમગ્ર દેશ સ્તબ્ધ છે. આજે શોકમગ્ન દેશ દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યો છે. ત્યારે મોરબી પોલીસની નક્કર કામગીરીને (Morbi Bridge Collapse Police Help) કઈ રીતે ભૂલી શકાય. સાચો રંગ રાખ્યો તો એ ડિવિઝન, બી ડિવિઝન, LCB સહિતના પોલીસ કર્મીઓએ રાખ્યો છે. તેમણે SDRF કે NDRFના આગમન પૂર્વે પળનો પણ વિલંબ કર્યા વગર પાણીમાં ઝંપલાવીને શક્ય હોય તેટલા લોકોને બચાવી લીધા હતા.

200થી વધુ લોકોને બચાવી લેવાયા છે. આ બચાવ કામગીરીમાં મોરબી પોલીસે જાનની પરવા કર્યા વગર મચ્છુ નદીમાં કૂદી પડી હતી.

20થી 25 પોલીસકર્મી પહોંચ્યા ઘટનાસ્થળે મોરબી જિલ્લા પોલીસ વડા(એસપી) (Morbi District Police Chief) રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, આ ઘટનાની જાણ પોલીસને થતા 20થી 25 જેટલા પોલીસ કર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પુલના સ્ટ્રક્ચરને ધીરે ધીરે હટાવવામાં આવ્યું હતું. જ્યારે પોલીસ કર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા એ સમયે ઘણા લોકો તાર પર લટકી રહ્યા હતા. પ્રથમ તો પોલીસ કર્મીઓ દ્વારા પુલના સ્ટ્રકચરને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી અને સીડી મારફતે જેટલા લોકો તાર પર લટકી રહ્યા છે, તેમનું રેસ્ક્યુ (Police become Life Savier for People) કરવામાં આવ્યું હતું.

બચાવ્યા તેમને એમ્બ્યુલન્સમાં જઈ જવાયા પુલના સ્ટ્રક્ચરને (Morbi hanging Bridge Structure) હટાવ્યા બાદ પાણીમાં ડૂબેલા લોકોને તુરંત રેસ્ક્યુ (People rescued from Morbi hanging Bridge Tragedy) કરવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડ તથા એમ્બ્યુલન્સ (Hanging bridge fire brigade and ambulance) ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, જેને પગલે કતાર બંધ એમ્બ્યુલન્સ પુલના કાંઠે ઊભી હતી. પોલીસકર્મીઓ દ્વારા ઇજાગ્રસ્તોને તુરંત એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યા હતા અને પ્રાથમિક સારવાર અપાઈ હતી.

પોલીસની ટીમને જનતાનો સહકાર મળ્યો આ ઉપરાંત પોલીસ ટીમ દ્વારા માનવ સાંકળ રચીને લોકોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ કામગીરીમાં મોરબીની સામાન્ય જનતાનો પણ મોટો સહયોગ રહ્યો હતો. આસપાસના સ્થાનિક રહેણાંકમાં રહેતા લોકોએ પળવારનો પણ વિલંબ કર્યા વગર પોલીસકર્મીઓનો સાથ આપ્યો હતો અને શક્ય હોય તેટલા વધુ લોકોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મોરબી પોલીસની ટીમને ઈ ટીવી ભારત સલામ કરે છે.

Last Updated : Nov 2, 2022, 7:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.