ETV Bharat / state

મોરબીમાં ત્રણ જુગાર રમતા ૯ ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા - ત્રણ જુગાર રમતા ૯ ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા

મોરબી શહેરમાં વાવડી રોડ અને રોહીદાસ પરા એમ ત્રણ સ્થળે પોલીસે દરોડા પાડીને જુગાર રમતા ૯ શકુનિઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી(Police arrested 9 people playing gambling in Morbi ) છે તો એક આરોપીનું નામ ખુલતા તેને ઝડપી પાડવા માટે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે

Police arrested 9 people playing gambling in Morbi

author img

By

Published : Jan 9, 2023, 12:47 PM IST

મોરબી: શહેરમાં વાવડી રોડ અને રોહીદાસ પરા એમ ત્રણ સ્થળે પોલીસે દરોડા પાડીને જુગાર રમતા ૯ શકુનિઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી(Police arrested 9 people playing gambling in Morbi ) છે. તો એક આરોપીનું નામ ખુલતા તેને ઝડપી પાડવા માટે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે જેમાં પ્રથમ કિસ્સામાં મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમને પેટ્રોલીંગ દરમિયાન વાવડી રોડ પર બાપા સીતારામની મઢુલી પાસે આરોપી નિલેશ ભવાનભાઈ પાડલીયા જાહેરમાં વર્લીફીચરનો જુગાર રમતો મળી આવ્યો હતો. જેથી પોલીસે રોકડ રૂપિયા ૧૦૫૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો. જ્યારે પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે અન્ય આરોપી કીરીટ મનજીભાઈ દેત્રોજા પણ આ ગુનામાં સંડોવાયેલ હતો.

ત્રણ સ્થળે પોલીસે દરોડા પાડી: જે બાદ બીજા કિસ્સામાં મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી એ દરમિયાન વાવડી રોડ પર ગાયત્રીનગર સોસાયટીના નાકા પાસે આરોપી પ્રતિક મહાદેવભાઈ પરમાર જાહેરમાં વર્લીફીચરનો જુગાર રમતો ઝડપાયો હતો. તેની પાસેથી પોલીસે રોકડા રૂપિયા ૧૦૧૨૦ સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો. આરોપી પ્રતિકે કબૂલાત આપી હતી કે તે વર્લીના આકડાઓ લઈને આરોપી કીરીટ મનજીભાઈ દેત્રોજા પાસે કપાત કરાવી જાહેરમાં વર્લીફીચરનો જુગાર રમતો હતો. જેને પગલે આ બંને કિસ્સામાં પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

રોકડા રૂપિયા ૧૩,૨૩૦નો મુદામાલ કબ્જે: ત્રીજા બનાવમાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસની ટીમ વીસીપરા-રોહીદાસપરા વંડા પાસે આરોપી ભુપેન્દ્ર ઉર્ફે હાથી ગોવીંદભાઇ ચૌહાણ, મનીષ લક્ષમણભાઇ વાઘેલા, જીજ્ઞેશ મનસુખભાઇ મકવાણા, આસીફ યુનુશભાઇ સુમરા, ગૌતમ ઉર્ફે ગવો દલપતભાઇ ચૌહાણ, હાસમ ઉર્ફે રાજા જુમાભાઇ સુમરા અને શબીર કાસમભાઇ સુમરાને જુગાર રમતા પોલીસે ઝડપી પાડીને તેની પાસેથી રોકડા રૂપિયા ૧૩,૨૩૦નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.