- મોરબીના ખાટકીવાસમાં થયેલા ફાયરીંગ-બેવડીનો મામલો
- પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી
- પોલીસે તપાસ દરમિયાન એક જ ગ્રુપના 6 શખ્સોને ઝડપી પાડ્યા
- અન્ય એક ગ્રુપ હજુ પોલીસ પકડથી દુર
મોરબીઃ મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં થયેલા ઝઘડામાં બંને પક્ષે એક એક વ્યક્તિના મોત થયા હતાં. જે બનાવ બાદ પોલીસે બંને પક્ષના 22 શખ્સો સામે ફરિયાદ નોધી છે. બનાવને પગલે ખાટકીવાસ વિસ્તારમાં ગમગીની ફેલાઈ ગઈ હતી. સમગ્ર વિસ્તારમાં દુકાનો પણ બે દિવસ માટે બંધ રહી હતી અને પોલીસનો મોટો કાફલો ખાટકીવાસ વિસ્તારમાં ખટકી દેવામાં આવ્યો હતો. તેમજ પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી બાજુ આરોપીઓને પણ ઝડપી પાડવા કવાયત કરવામાં આવતા હાલ પોલીસે છ આરોપીને ઝડપી પાડ્યા છે.
મોરબીના ખાટકીવાસમાં ડબલ હત્યા કેસમાં પોલીસે 6 આરોપીની કરી ધરપકડ પોલીસે તપાસ દરમિયાન એક જ ગ્રુપના 6 શખ્સોને ઝડપી પાડ્યા એક જ ગ્રુપના 6 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. જેમાં પોલીસે રફીકભાઈ રજાકભાઈ માંડલીયા, હનીફભાઈ રજાકભાઈ માંડલીયા, આશીફ રફીકભાઈ માંડલીયા, આદીલ રફીકભાઈ માંડલીયા,અરબાઝ અનવર પમાં અને આરીફ મોટલાણી સહીતના છ શખ્સનો કોવીડ ટેસ્ટ કરાવી લીધા બાદ ધરપકડ કરી છે. જેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માટેની માંગણી કરવામાં આવશે.
અન્ય એક ગ્રુપ હજુ પોલીસ પકડથી દુર આ ઘટનામાં ફાયરીંગ કરનાર ગ્રુપ હજુ પોલીસ પકડથી દુર છે. જેને ઝડપી પાડવા માટે પોલીસ હાલ અલગ અલગ દિશામાં તપાસ ચલાવી રહી છે. જેમાં 12 જેટલા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી, તેમાં એક જ શખ્સ હજુ પોલીસના હાથમાં આવ્યો નથી.