ETV Bharat / state

મોરબીના પાનેલી ગામમાં આંશિક લોકડાઉન

મોરબી જિલ્લામાં કોરોનાનાઓ કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે જિલ્લાના ગામડાઓ ફરી સતર્ક થયા છે અને ગામમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સાવચેતીના તમામા પગલા લઇ રહ્યા છે, અનેક ગામમાં કોરોનાએ ભરડો લીધો હોય તેવી માહિતી ગ્રામજનો પાસેથી મળી રહી છે. આરોગ્ય વિભાગના ચોપડે વિપરીત પરિસ્થીતિ જોવા મળી રહી છે.

મોરબીના પાનેલી ગામમાં આંશિક લોકડાઉન
મોરબીના પાનેલી ગામમાં આંશિક લોકડાઉન
author img

By

Published : Mar 30, 2021, 6:40 PM IST

  • 7,000ની વસ્તીમાં 60 કોરોનાના કેસ હોવાનો સરપંચનો દાવો
  • આરોગ્ય વિભાગના ચોપડે 9 કેસ હોવાની સુત્રોમાંથી મળી માહિતી
  • 5 દિવસ શાક માર્કેટ બંધ રહેશે

મોરબીઃ જિલ્લાના પાનેલી ગામમાં 7,000 જેટલી વસ્તી છે અને ગામમાં કોરોનાના 40 જેટલા કેસ હોવાનો સરપંચ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. ગામના સરપંચ ગીતાબેન ચાવડાએ જણાવ્યું હતુ કે, ગામમાં તાવ, શરદીના મોટી સંખ્યામાં કેસ જોવા મળી રહ્યા છે. જેથી તેમને લાગે છે કે ગામમાં 40 જેટલા કોરોનાના કેસ છે.

7,000ની વસ્તીમાં 60 કોરોનાના કેસ હોવાનો સરપંચનો દાવો

આ પણ વાંચોઃ સોમવારે રાજ્યમાં કોરોનાના નવા 2,252 કેસ નોંધાયા

ગામની તમામ દુકાનોનો સમય નિશ્ચિત કરવામાં આવ્યો

આરોગ્ય વિભાગ મેડીકલની અને ટેસ્ટીંગની સુવિધા આપે તેવી આશા રાખી રહ્યા છે, હિતેશભાઈએ જણાવ્યું હતુ કે, ગામમાં કોરોનાના વધારે કેસો હોય અને મોટી સંખ્યામાં મહિલાઓ શાક માર્કેટે ભેગી થતી હોવાથી 5 દિવસ માટે શાક માર્કેટ બંધ રાખવામાં આવી છે. ગામની તમામ દુકાનોનો સમય નિશ્ચિત કરવામાં આવ્યો છે. જેમાં સવારના 7થી 10 અને સાંજે 4થી 7 વાગ્યા સુધી દુકાનો ખુલી રહેશે. તેમજ ગામમાં કોઈએ ટોળા વળીને બેસવું નહીં સહિતની તકેદારીઓ રાખવામાં આવી રહી છે. જ્યારે એક વ્યક્તિને કોરોના સંક્રમણ થતાં રાજકોટ દાખલ કરવામાં આવ્યા હતા. જેનું રાજકોટ ખાતે મૃત્યુ નીપજ્યું હોવાની માહિતી મળી નથી.

આ પણ વાંચોઃ પાલિકાના મેડિકલ બૂલેટિનના આંકડા મુજબ કોરોનાના નવા 324 કેસ નોંધાયા

ગ્રામજનો સાવચેતી રૂપે પગલાં લીધા

મોરબી જિલ્લામાં કોરોનાનો આંક વધતો જઈ રહ્યો છે ત્યારે જે ગામડાઓમાં કોરોના નહોતો પહોચી શક્યો ત્યાં જ હવે કોરોનાનો પગ પેસારો જોવા મળી રહ્યો છે અને ગ્રામજનો સાવચેતી રૂપે પગલાઓ લઇ સ્વેચ્છાએ કોરોના સામે લડત આપી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.