ETV Bharat / state

મોરબીના લગધીરપુરના સરપંચનો સાગરીત લાંચ લેતા ઝડપાયો

મોરબીઃ લખધીરપુર ગામની સરકારી જમીનનો બોરનો ઉપયોગ કરવા માટે સરપંચે 30 હજારની લાંચની માંગ કરી હતી. જેમાં 20 હજારની લાંચની રકમ સ્વીકારતો શખ્સ ઝડપાયો છે. જયારે સરપંચ નાસી જતા તેને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Jul 16, 2019, 11:40 PM IST

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદીએ લગધીરપુર ગામની સરકારી પડતર જમીનમાં બોર કરી તેમાંથી પાણી કાઢી ગામની નજીકના સિરામિક ફેકટરીમાં પીવાનું પાણી પોતાના ટેન્કરો દ્વારા વિતરણ કરવા માગતા હતા. જેને પગલે આરોપી લગધીરપુર ગ્રામ પંચાયત સરપંચ જગદીશભાઈ જાદવે ગામના પાણીનો બોર ઉપયોગ કરવા માટે રૂપિયા 30 હજારની લાંચની માંગણી કરી હતી.

જેમાં અગાઉ તારીખ 7ના રોજ રૂપિયા 10,000 લીધા હતા અને બાકીના રૂપિયા 20 હજાર આપવાનો વાયદો કર્યો હતો પરંતુ, ફરિયાદીને લાંચની રકમ આપવા માંગતા ન હતા, જેથી ACBમાં ફરિયાદ કરી હતી. જેના પગલે જામનગર ACB પોલીસ મથકના ઇન્ચાર્જ PI પી.વી. પરગડુએ ખોડીયાર હોટલ લગધીરપુર પાસે નક્કી કરેલ સ્થળે ટ્રેપ ગોઠવી લાંચની રકમ સ્વીકારતા પોકરલાલ વેણીરામ ગુર્જર ઝડપી લીધો હતો. જયારે હાલ આરોપી સરપંચ નાસી ગયો છે.

Intro:R_GJ_MRB_06_16JUL_ACB_TRAP_AAROPI_FILE_PHOTO_AV_RAVI
R_GJ_MRB_06_16JUL_ACB_TRAP_AAROPI_SCRIPT_AV_RAVI
Body:મોરબીના લગધીરપુરના સરપંચે લાંચ માંગતા એક આરોપીને એસીબીએ છટકું ગોઠવી ઝડપ્યો
૨૦ હજારની લાંચની રકમ રીકવર કરાઈ
         મોરબીના લખધીરપુર ગામની સરકારી જમીનનો બોરનો ઉપયોગ કરવા માટે સરપંચ દ્વારા ૩૦ હજારની લાંચની માંગ કરી હોય જેમાં આજે ૨૦ હજારની લાંચની રકમ સ્વીકારતા એક ઝડપાયો છે જયારે સરપંચ નાસી જતા તેને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે
         બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદીએ લગધીરપુર ગામની સરકારી પડતર જમીનમાં બોર કરી તેમાંથી પાણી કાઢી ગામની નજીકના સિરામિક ફેકટરીમાં પીવાનું પાણી પોતાના ટેન્કરો દ્વારા વિતરણ કરતા હોય જેને પગલે આરોપી લગધીરપુર ગ્રામ પંચાયત સરપંચ જગદીશભાઈ જાદવે ગામના પાણીનો બોર ઉપયોગ કરવા માટે રૂ ૩૦ હજારની લાંચની માંગણી કરી હતી જેમાં અગાઉ તા. ૦૭ ના રોજ રૂ ૧૦,૦૦૦ લીધા હતા અને બાકીના રૂ ૨૦ હજાર આજે આપવાનો વાયદો કર્યો હતો પરંતુ ફરિયાદીને લાંચની રકમ આપવા માંગતા ના હોય જેથી એસીબીમાં ફરિયાદ કરી હતી જેના પગલે જામનગર એસીબી પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ પી વી પરગડુએ ખોડીયાર હોટલ લગધીરપુર પાસે નક્કી કરેલ સ્થળે ટ્રેપ ગોઠવી લાંચની રકમ સ્વીકારતા પોકરલાલ વેણીરામ ગુર્જર રહે હાલ ખોડીયાર હોટલ લગધીરપુર મૂળ રાજસ્થાનવાળાને ઝડપી લીધો છે જયારે આરોપી સરપંચ નાસી ગયો છે
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.